કર્મચારીઓને જી.પી.એફ. પર ત્રણ મહિના ૮ ટકા વ્યાજ

ગાંધીનગર, :. રાજ્ય સરકારે કર્મચારીઓ માટે જી.પી.એફ. પર ૩ મહિનાના સમય માટે ૮ ટકા વ્યાજ દર જાહેર કર્યા છે. આ અંગે ગઈકાલે રાજ્યના નાણા વિભાગના નાયબ સચિવ કે.કે. પટેલની સહીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.પરિપત્રમાં જણાવાયુ છે કે, નાણા વિભાગના તા. ૨૫-૭-૨૦૧૮ના જાહેરનામા મુજબ સામાન્ય ભવિષ્યનિધિ ઉપર તા. ૧-૭-૨૦૧૮ થી તા. ૩૦-૯-૨૦૧૮ સુધી ૭.૬ ટકા લેખે વ્યાજના દર નક્કી કરવામાં આવેલ હતા. ભારત સરકારના નાણા મંત્રાલયના આર્થિક વિભાગના ઠરાવ અન્વયે સામાન્ય ભવિષ્ય નિધિ અને અન્ય સમાન પ્રકારના ફંડો માટે તા. ૧-૧૦-૨૦૧૮ની અસરથી તા. ૩૧-૧૨-૨૦૧૮ સુધીના ત્રણ (૩) માસના સમયગાળા માટે ૮ ટકા લેખે વ્યાજદર નક્કી કરવામાં આવેલ હોય, તદ્દનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓને પણ સામાન્ય ભવિષ્યનિધિની જમા સિલક ઉપર તા. ૧-૧૦-૨૦૧૮થી તા. ૩૧-૧૨-૨૦૧૮ સુધી ૮ ટકા લેખે વ્યાજદર નક્કી કરવામાં આવેલ છે.