કર્ણાટક સરકાર છોકરીઓને સ્નાતક સુધી મફત શિક્ષણ આપશે

નવીદિલ્હી : કર્ણાટક સરકાર રાજ્યમાં છોકરીઓ માટે સ્નાતક સુધી મફત શિક્ષણ પૂરૂ પાડવાની સુવિધા આપવાની યોજના કરી રહી છે. કર્ણાટક સરકાર છોકરીઓને માટે ધોરણ ૧થી સ્નાતક સુધીનાં શિક્ષણ સુધી આર્થિક સહાયતા પૂરી પાડશે.સરકારી તથા સરકારી સહાયતા મેળવનાર શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરનાર છોકરીઓને આ સ્કીમનો લાભ મળશે. જો કે સાથે પ્રોફેશનલ કોર્સ કરાવનાર સંસ્થાઓમાં આ સ્કીમનો લાભ મળશે નહીં.રાજ્યનાં ઉચ્ચ શિક્ષામંત્રી બસવરાજ રાયા રેડ્ડીએ કહ્યું કે, “આ સ્કીમનો ફાયદો એવી જ વિદ્યાર્થીનીઓ લઇ શકશે કે જેનાં માતા-પિતાની વાર્ષિક આવક રૂ.૧૦ લાખથી ઓછી હોય.” એમનું એવું કહેવું છે કે આ સ્કીમથી સૌથી વધુ ફાયદો ગરીબ વિદ્યાર્થીનીઓને થશે.આ યોજનામાં રાજ્યની ૧૮ લાખ છોકરીઓનો સમાવેશ થઇ શકે છે. સરકાર આ સ્કીમ માટે રૂ.૧૧૦ કરોડનાં ફંડની ફાળવણી કરવાનો વિચાર પણ કરી રહી છે.હમણાં જ થોડાંક સમય પહેલાં પંજાબ અને તેલંગાણાએ પણ આવી જ સ્કીમ લોન્ચ કરી હતી.