કર્ણાટક વિધાનસભા માટે રાહુલ ગાંધી એક્ટિવ

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને રાહુલ ગાંધી આજે દિલ્હી ખાતે કર્ણાટક કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને કેટલાક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થશે. હાલમાં રાહુલ ગાંધીએ યોજેલ બહરીન પ્રવાસને પણ આની સાથે જ જોડી દેવામાં આવ્યો છે.