કર્ણાટક પર કુદરતી આફત : કાવેરીમાં પૂરને લીધે સંકટ ઘેરાયું

બેંગ્લુરુ : કેરળ ઉપરાંત દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં ભારે વરસાદ
પડ્‌યો છે. જેના કારણે કાવેરી નદીમાં આપેલાં ભારે પૂરના કારણે અડધું કર્ણાટક પાણીમાં ડૂબ્યું છે. રાજ્યના કોડાગૂ અને હુબલીની હાલત અત્યંત ખરાબ છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, રાજ્યના કોડાગુ જિલ્લાાં ભારે વરસાદ અને ભૂસ્ખલન તેમજ પૂરપ્રકોપથી સ્થિતિ ખરાબ થઈ છે. રાજ્યના અધિકારીઓ સાથે ભારતીય સેનાના જવાનો તેમજ નૌસેના યુદ્ધ સ્તરે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. ડોગરા રેજેમેન્ટના ૬૦ જવાનો અને નૈસેનાના ૧૨ વિશેષજ્ઞ ગોતાખોરોએ પૂરગ્રસ્ત જિલ્લામાં ૮૭૩ લોકો અસહાય લોકોને બચાવી લીધા છે. જૂનના પહેલા સપ્તાહથી શરૂ થયેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસુની વરસાદથી દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં સૌથી વધુ અસર કોડાગૂ જિલ્લામાં થઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે ગુરુવારે જિલ્લામાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે ૬ લોકોનાં મોત થયાં છે. કર્ણાટકના સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અસંખ્ય લોકો જુદાજુદા વિસ્તારોમાં હજુ પૂરના પાણીમાં ફસાયેલા છે.