કર્ણાટક કોંગ્રેસમાં સત્તાની સાઠમારી શરૂ

ડી. કે. શિવકુમારે માંગ્યુ પ્રદેશ અધ્યક્ષ પદ : રાહુલ ગાંધી હરકતમાં : ગુલામનબીને દોડાવ્યા

બેંગ્લોર : કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ દ્વારા ગઠબંધનની સરકાર તો બનાવી લીધી છે પરંતુ સત્તાની ખેંચતાણ અને સાંઠમારી કોંગ્રેસમાં હજુય યથાવત જ રહેવા પામી હોવાના અહેવાલો સામે આવવા પામી રહયા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર દિગ્ગજ નેતા ડી કે શિવકુમારએ કર્ણાટક સરકારમાં બે મોટા મંત્રાલય અથવા પ્રદેશ અધ્યક્ષનું પદ માંગ્યુ હોવાનુ મનાય છે. રાહુલ ગાંધીએ તાબડતોડ ગુલામનબી આઝાદ અને ગેહલોતને ડી.કે.શિવકુમારને મનાવવાની જવાબદારી સોપી હોવાનુ સુત્રો મારફતે સામે આવવા પામી રહ્યુ છે.