કર્ણાટકમાં સરકાર બનાવવા કવાયત

તડજોડની રાજનીતિ શરૂ : ભાજપના પ્રકાશ જાવડેકર-જેડીએસના કુમારસ્વામી વચ્ચે બેંગ્લુરૂમાં મળી બેઠક : બેંગ્લુરૂમાં તોડ-જોડની જવાબદારી ભાજપે આપી છે સિનિયર નેતા અનંતકુમારને તો કોંગ્રેસ-જેડીએસ ભાજપને સત્તાથી દુર રાખવા સક્રીય

ભાજપ બનાવી શકે છે સરકાર : યેદીયુરપ્પા કાલે લેશે શપથ?
ભાજપની ધારાસભ્યદળની બેઠક સંપન્ન : યેદીયુરપ્પાની પક્ષના નેતા તરીકે કરાઈ પસંદગી :કાલે શપથવિધિની સંભાવના
લિંગાયતની લાગણીને ન સમજી શકનાર કોંગ્રેસને પડી શકે છે ફટકો : કોંગીના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
નવી દિલ્હી : કર્ણાટકમાં ફ્રેકચર્ડ મેન્ડેટ આવ્યો હોવાથી હવે કોની અહી સરકાર બનશે તે મામલે ભારે અસમંજસ ભરી સ્થીતી સામે આવવા પામી રહી છે ત્યારે ભાજપની ધારાસભ્યદળની આજ રોજ સવારે બેઠક યોજવામ આવી હતી. આ બેઠકમાં પ્રકાશ જાવડેકર, ધમેન્દ્રપ્રધાન, જે.પી.નડ્ડા, ઉપરાંત યેદીયુરપ્પા પણ આ મીટીંગમાં હાજર રહ્યા હતા. આજ રોજ યોજાયેલી બેઠકમાં ભાજપ સરકાર રચવાની ચર્ચા કરવામા આવી રહી છે. યેદીયુરપ્પાની આજ રોજ પક્ષના નેતા તરીકે પસંદગી કરી લેવામા આવી છે ત્યારે તેઓ રાજયપાલને મળવા પણ પહોંચી ગયા છે.

 

નવી દિલ્હી : કર્ણાટકની જનતાએ ફ્રેકચર્ડ મેન્ડેટ આપી દીધો હોવાથી હવે અહી સરકાર કોણ બનાવ શકે છે તે મામલે કોકડુ ગુંચવાયેલુ છે અને તે મામલે સસ્પેન્સ ઘેરાયેલુ છે તેવામાં બીજીતરફ સરકાર ગઠનની કવાયત તેજ બની જવા પામી ગઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
નોંધનીય છે કે, આજ રોજ અહી સરકાર ગઠનના તડજોડની વાત કરીએ તો ભાજપ વતીથી પ્રકાશ જાવડેકર અને જેડીએસના કુમાર સ્વામી વચ્ચે બેંગ્લોરમાં એક ખાનગી બેઠકનો દોર શરૂ કરી દીધો છે. આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ભાજપના કર્ણાટકના મુખ્યપ્રધાનના ઉમેદવાર યેદીયુરપ્પાએ આજ રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. તેઓ રાજયપાલને મળી અને સરકાર રચનનો દાવો રજુ કરી શકે છે. ધારાસભ્ય દળની બેઠકમાં કર્ણાટકમાં સરકારની રચના કેવી રીતે કરી શકાય તે મામલે પરામર્શ કરવામા આવનાર છે.
અહી બીજીતરફ ભાજપના જ કર્ણાકટના ધારાસભ્ય કે.એસ.ઈશ્વરપ્પાએ પણ દાવો કરતા કહ્યુ છે કે, ભાજપ અહી સરકાર બનાવશે. ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યબળ હોવાની કર્ણાટકમાં સરકારવાત પણ તેઓએ રજુ કરી છે. તો વળી કોંગ્રેસ અને જેડીએસ દ્વારા પણ ભાજપને અહી સત્તાથી દુર રાખવાના પ્રયાસો પણ મજબુત બની ગયા છે. તેની સાથે જ જેડીએસ અને કોંગ્રેસ દ્વારા પણ બીજીતરફ રાજયપાલ સમક્ષ રૂબરૂ ફરીથી મળી અને દાવો રજુ કરવાની વાત કરી દીધી છે અને તેથી જ કર્ણાટકમાં સરકાર ગઠન માટેની કવાયત તેજ બની જવા પામી ગઈ હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.