કર્ણાટકમાં ભાજપનું રાજ : યેદીયુરપ્પાની તાજપોશી

યેદીયુરપ્પા કર્ણાટકના બન્યા મુખ્યપ્રધાન

૧પ દિવસમાં ભાજપને સાબીત કરવો પડશે બહુમત : ભાજપની તાજપોશી વચ્ચે કોંગ્રેસ-જેડીએસના ધરણા

મોદી-શાહ શપથવિધિમાં રહ્યા ગેરહાજર

 

સુપ્રિમમાં કાલે શું થશે? માત્ર સમયગાળો થઈ શકે વધ-ઘટ
બેગ્લોર : કર્ણાટકમાં સત્તાની સાંઠગાઠ યેન કેન પ્રકારે ભાજપ હાલમાં ગોઠવી ગઈ છે અને યેદીયુરપ્પાની તાજપોશી કરવામાઆવી છે પરંતુ ધારાસભ્યની યાદી ભાજપે રાજયપાલને સોપવી પડશે આ ઉપરાંત કોંગ્રેસ-જેડીએસની અરજી પર સુપ્રીમમાં સોમવારે સુનાવણી થવાની છે ત્યારે સવાલ એ થાય છે કે, સુપ્રીમમાં હવે શું થઈ શકે છે?
બંધારણીય તજજ્ઞોની વાત માનીએ તો કોંગ્રેસ-જેડીએસ દ્વારા સેકસન ૩૬૧ અનુસાર અરજી દાખલ કરી છે. હવે આ ધારા અનુસાર રાજયપાલશ્રીના કોઈ પણ નિર્ણયનેકોઈ પણ અદાલતમાં પડકારી ન શકાય માત્ર રીવ્યુ કરી શકાય. આવામાં રાજયપાલશ્રી કોઈ ભુલકરી હોય તો તેને કાયદાની દ્રષ્ટીએ સુધારવાની જોગવાઈ છે. જયા સુધી વાત કાયદાની ભુલની રહી છે ત્યા સુધી ૧૯૯૪માં બોમ્બારડીંગ વખતના સુપ્રીમકોર્ટના નિર્ણયને આધીન જ મહામહિમ રાજયપાલે નિર્ણય લીધો છે માટે કોઈ મોટી ભુલ આ નીર્ણયમાં થતી જોવાતી નથી. તો પછી આવતીકાલે થશે શું? આવા સવાલના જવાબની વાત કરીએ તો સુપ્રીમ દ્વારા બહુમત સાબીત કરવા માટે જે ૧પ દીવસનો સમય આપ્યો છે તેમાં વધ ઘટ જ કરવામા આવી શકે છે. એટલે કે દીવસ યથાવત રાખવા, સાત કરવા કે પછી ચાર કરવા તે મામલે જ નિર્ણય લેવામાં આી શકે છે.

 

 

કર્ણાટકનો વિકાસ શરુ થયોઃ યેદીયુરપ્પા
બેંગ્લોર : કર્ણાટકમાં અંતે આજ રોજ ભાજપની સરકારની શપથવીધી થવા પામી ગઈ છે. ત્યાર સીએમપદના વીધીવત શપથગ્રહણ કર્યા બાદ યેદીયુરપ્પાએ કહ્યુ હતુ કે, હવે કર્ણાટકનો વિકાસ શરૂ થઈ ગયો છે.

 

ધારાસભ્યો સાચવી રાખવા અમારી પ્રાથમિકતા : કુમારસ્વામી
બેંગ્લોર : કર્ણાટકમાં સરકાર ગઠનના વિવિધ ત્રાગાઓ રચવામા આવી રહ્યા છે ત્યારે જેડીએસના કુમારસ્વામી દ્વારા આજ રોજ યેદીયુરપ્પાની તાજપોશી બાદ નિવેદન આપી અને કહ્યુ હતુ કે, અમારા ધારાસભ્યો સાચવી રાખવા અમારી પ્રાથમિકતા છે. ભાજપ અમારા ધારાસભ્યો પર દબાણ નાખી રહી છે. ઈડીની ધમકીઓ કેન્દ્ર સરકાર અમારા ધારાસભ્યને આપી રહી છે. મોદી સરકારનો સત્તાનો દુરઉપયોગ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

 

 

રાહુલ ગાંધીની વિરાસત કટોકટીમાંઃ અમિત શાહનો ટવીટ પ્રહાર
નવી દિલ્હી : રાહુલ ગાંધી દ્વારા નિવેદન કરી અને ભાજપ પર વાર કરતું નિવેદન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, બહુમત વિના ભાજપ સરકારનું ગઠન કરવા જઈ રહી છે. આ મામલે અમિત શાહે વળતો પ્રહાર કરીને કહ્યુ છે કે રાહુલ ગાંધીની વિરાસત કટોકટીમાં છે. કટોકટી કોંગ્રેસ ઈતિહાસની વિરાસત છે.રાહુલને પોતાની પાર્ટીના ઈતિહાસની જાણકારી નથી તેમ પણ વધુમાં શાહે લખ્યુ છે.

 

યેદીયુરપ્પા એકશન મોડમાં : કેબીનેટ બેઠક યોજીઃ એક લાખ કૃષિ લોન માફીની કરી જાહેરાત
બેંગ્લોર : ભાજપ દ્વારા કર્ણાટકમાં આજ રોજ સરકાર બનાવવામા આવી છે અને અહી યેદીયુરપ્પાને સીએમ પદે તાજપોશી પણ કરી દીધી છે ત્યારે નવનીયુકત મુખ્યપ્રધાન દ્વારા અહી તાજપોશી બાદ તરત જ કેબીનેટની બેઠક યોજી અને તેમાં કર્ણાટકના ખેડુતો માટે લ્હાણી પણ કરી દીધી છે. રૂપીયા એક લાખ સુધીની કૃષિલોન માફ કરવાની જાહેરાત પણ રી દીધી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

 

બેંગ્લોર : કર્ણાટકમાં ખંડિત જનાદેશના બીજા દીવસે સત્તાના સિંહાસન સંભાળવા તીવ્ર બનેલા કાવાદાવા,તડજોડની રાજનીતિ અને આક્ષેપો વચ્ચે ગત રાત્રે જ રાજયપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનુ આમંત્રણ આપીદીધુ હતુ. જે અનુસાર આજ રોજ સવારે નવ કલાકે યેદીયુરપ્પાએ મુખ્યમંત્રીપદના શપથ લીધા છે.
આજરોજ કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળાએ યેદીયુરપ્પાને ગોપનીયતા અને વીશ્વસનીયતાના શપથ લેવડાવ્યા હતા. દરમ્યાન જ હવે ભાજપને ૧પ દીવસમાં ફલોર પર બહુમત સાબીત કરવો પડશે આ માટેનો સમય રાજયપાલ દ્વારા આપવામાઆવ્યો છે.
આજ રોજ એકતરફ ભાજપની તાજપોશી થવા પામી રહી હતી ત્યારે હવે બીજીતરફ કોંગ્રેસ અને જેડીએસ દ્વારા આ તાજપોશીનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેડીએસ અને કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ અહી ધરણામાં જોડાયા છે. કોંગ્રેસમાથી ગુલાબનબી આઝાદ, અશોક ગેહલોત, સિદ્વારમૈયા સહિતનાઓ ધરણામાં જોડાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આખરે ભારે ડ્રામા બાદ કર્ણાટકમાં ભાજપને સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો. સવારે ૯ વાગ્યે રાજ્યપાલ વજુભાઈ વાળા યેદીયુરપ્પાને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યેદીયુરપ્પાની મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ રોકી શકાશે નહીં. અને શપથવિધી બાદ બપોરે બે વાગ્યે સુપ્રીમ કોર્ટે ભાજપના ધારાસભ્યોની યાદી માગી છે. શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામેલ થયા નથી.
શુક્રવારે સવારે ૧૦.૩૦ વાગ્યે ફરીથી સુનાવણી કરશે. કોંગ્રેસે શપથગ્રહણ વિધીને ટાળવા સુપ્રીમ કોર્ટને સતત દલીલ કરી. જોકે કોર્ટે કહ્યું કે અમે શપથ વિઘી ટાળી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે યેદીયુરપ્પાની શપથગ્રહણ વિધી પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.