કર્ણાટકમાં ફરી કોકડું ગુંચવાયું : શકિત પરીક્ષણની તારીખ બદલાઈ

હવે કાલે થશે ફલોર ટેસ્ટ : અટકળોનો દોર શરૂ

ડખ્ખો સર્જવા ભાજપ સક્રીય
નવી દિલ્હી : કર્ણાટકમાં સરકાર ગઠનને લઈને ભાજપનો ખેલ પડે ઉધાો પડયો હોય પરંતુ માદેી અને શાહની જોડી હજુય આશાવિહિન બની નથી. એકવાર કર્ણાટકમાં ગઠબંધનની સરકાર બન્યા બાદ ભાજપ હજુય અહી સત્તાવીહિન ધારાસભ્યોની પાસે સત્તાના પદના પાસા ફેંકી ગઠબંધનમાં ગાંઠ નાખવાથી પર રહી ન શકે. હાલમાં તો અહી ગઠબંધનની સરકાર બની ગઈ છે પરંતુ આ ગઠબંધન કેટલા દીવસ ટકશે? નોધનીય છે કે કર્ણાટકમં ભાજપ ધીરે ધીરે ગઠબંધનને નબળુ પાડવા મથી રહી છે. ઉલ્લેખનીય છે કે આગામી ર૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપ ગઠબંધનને અહી અસ્થિર કરી શકે છે. કારણ કે ભાજપ એ સારી રીતે જાણે છે કે જો અહી ગઠબંધન ટકી ગયુ તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાં નુકસાન પહોંચાડી શકે છે.

બેંગ્લુરૂ : જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ ગત રોજ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથવીધી સમારોહના એક દીવસ પહેલા કુમારસ્વામીએ કહ્યુ હતુ કે મુખ્યમંત્રી બન્યાના ર૪ કલાકની અંદર જ તેઓ બહુમત સાબીત કરી બતાવશે. શકિત પરીક્ષણ માટે ર૪મી મેનો દિવસ નકકી કરવામા આવ્યો તો હવે જયારે રાજયમાં કોંગ્રેસ જેડીએસ ગઠબંધનની સરકાર બની ગઈ છે તો પછી એક દીવસ બાદ એટલે કે રપમી મેના રોજ શકિત પરીક્ષણ કરવાનીજાહેરાત કરવામા આવી છેે.
ફોરટેસ્ટનો દિવસ બદાઈ જવાના કારણે કર્ણાટકના રાજકરાણમં ફરી અટકળો વેગ પકડયો છે. જો કે સરકારનોનું કહેવુ છે કે ગઠબંધન સરકા બહુમત સાબીત કરી નાખશે. બસ ફલોરટેસ્ટની દિવસામાંજ ફેરફાર કરવામા આવયો છે તેનાથી સરકાર પર કોઈ ખતરો નથીી. જો કે તારીખો બદલાવને લઈને કોઈ ચોકકસ કારણો આપવામા આવ્યા નથી.