કર્ણાટકની જીતની અંજારમાં ભાજપ દ્વારા ઉજવણી

ગાંધીધામ : કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણીનું પરિણામ જાહેર થયું હતું. ભાજપે કોંગ્રેસ સહિતના તમામ પક્ષો કરતા વધુ સીટો પર કબ્જો જમાવતા અને કર્ણાટકમાં ભાજપે બહુમતી મેળવતા તેની અંજાર શહેર તાલુકા ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી.
ભાજપના શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ દાવડા, નગર અધ્યક્ષતા પુષ્પાબેન ટાંક, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિર, ડેનીભાઈ શાહ, કાનજીભાઈ આહિર, મશરૂભાઈ રબારી, સામજીભાઈ સિંધવ, મોહનભાઈ મઢવી, ગોપાલભાઈ માતા, પ્રકાશભાઈ કોડરાણી, લવજીભાઈ સોરઠીયા, ક્રિપાલસિંહ ઝાલા, દિપકભાઈ આહિર, સામજીભાઈ ડાંગર, માદેવભાઈ બરારીયા, અમિતભાઈ વ્યાસ, પિયુષભાઈ પટેલ, દિગંતભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા.