કર્ણાટકના વિજયને રાપર શહેર-તાલુકા ભાજપે વધાવ્યો

રાપર : કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસીક જીત મેળવતા દેશભરમાં ભાજપ પરિવાર ખુશીનો માહોલ છવાયો છે. ભાજપના વિજયને રાપર શહેર-તાલુકા ભાજપે પણ વધાવ્યો હતો.રાપર શહેરના દેના બેંક ચોક ખાતે ફટાકડા ફોડી-મિઠાઈ વહેંચી ભાજપની જીતની ઉજવણી કરાઈ હતી. આ વેળાએ ડોલરરાય ગોર, હઠુભા સોઢા, ઘનશ્યામ પુજારા, ઉમેશ સોની, બળવંત ઠક્કર, ધર્મેન્દ્ર કચ્છી, રશ્મીન દોશી, સામજી આહીર, મોરારદાન ગઢવી, કમલસિંહ સોઢા, ભીખુભા સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલા, બાબુભાઈ મુછડીયા, પ્રદિપસિંહ સોઢા, બળવંત ગામોટ, મુકેશ પુજારા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.