કરોડોના કૌભાંડી સદામની સામે કાસેઝના ડીસીની લાલઆંખ : ચોરલોબીમાં ફફડાટ

કપડાચોરીનો વિચાર પણ કર્યો તો ખૈર નથી.! : અમીયાચંદ્રજી

કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં આંતરીક કંપનીઓમાં કરોડોની ચોરી કરી, ચોરાઉ જથ્થો ખુદ ખરીદી લઈ, આળતીયા-મળતીયાઓને સાચવી લઈ સુરત-ઉપલેટા સુધી યુઝડકલોથસના નામે સારા કપડાનું નેટવર્ક ઉભુ કરવા માંગતી સદામ આણી ટોળકીને કડક-તટસ્થ-વિઝનરી ડીસીશ્રીએ ઉગતી જ ડામી દીધી : અધિકારીઓને પણ આવા યુનિટો પર બાજ નજર રાખવાની કરી તાકીદ

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોન કે જયાં ચકલું પણ ઝોન પ્રસાસનની પરવાનગી વિના ફરકી ન શકે તેવી ટાઈટ સિકયુરીટી અને સલામતી વ્યવસ્થાઓ વર્તમાન ડીસીશ્રી આમીયાચંદ્રજીની આગવી કોઠાસુઝ અને વિજનથી ઉભી કરી દેવાઈ છે. ચમરબંધી તસ્કર-ચોર તત્વોને પણ ઝોનમાથી તેઓએ કડકાઈપૂર્વક બહાર જ કરી દીધા છે અને અહી નવા નવા ઉદ્યોગપતિઓને આવકાર મળી રહ્યો છે. તે દરમ્યાન જ કંડલા સ્પેશ્યલ ઈકોનેામીક જોનની વિશ્વકક્ષાની છબીને ખરડવાની દીશામાં આતંરીક રીતે આળતીયા-મળતીયાઓને સાચવીને ઝોનની અંદર જ કપડા સહિતની ચોરીને શરૂ કરવા નેટવર્ક સ્થાપવાને માટે તથા તેની અજમાયશી કરવાની તૈયારીમાં જ રહેલા સદામ આણી ગેંગની કરતુત શરૂઆતી તબક્કે જ ચબરાક અને સતર્ક ડીસીશ્રી અમીયાચંદ્રજીના ધ્યાને આવી જવા પામી હતી અને તેઓએ આ બાબતે ન માત્ર ઘનિષ્ઠ અને કડક તપાસના ત્વીરત આદેશ આપી દીધા છે બલ્કે આ નેટવર્ક સ્થાપીને બેનામી સંપત્તીઓમાં આળોટવાના સ્વપ્નામાં રાચતા સદામની સામે પણ બરાબરની લાલઆંખ કરતો તેનો ઉધડો લઈ લીધો હોવાથી આવા તમામ ચોરતત્વોમાં ભારે ગભરાટ ફેલાઈ જવા પામી ગયો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સદામ આણી ગેંગ દ્વારા એક બોલેરો ગાડીમાં કપડાના સાબુત ઓપી માલનો જથ્થો બહાર કાઢવાની પહેરવી કરવામા આવતા તેને ઝોનના ગેટ પર જ અટકાવી દેવાઈ અને આ વિષય ડીસીશ્રીના ધ્યાને આવતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તેઓએ આખાય પ્રકરણ પર પડદો પાડવાની પેરવી કરનારા સૌ કોઈને બરાબરના લમધારી દીધા હોવાનુ માલુમ પડી રહ્યુ છે. ડીસીશ્રીએ સદામને ફોન પર જ બરાબરના તતડાવી નાખ્યા અને કપડાચોરી કરવાની વાત તો દુરની છે, પણ જો આવો લેશમાત્ર વિચાર પણ કર્યો તો તારી ખેર નથી? તેમ કરી કડક ભાષામાં આ ટોળકીને ડીસીશ્રીએ પોતાનો કડક મિજાજનો પરચો આપતો સંદેશ એકતરફ આપી દીધો તો બીજીતરફ પ્રસાસનને પણ કડક સુચનાઓ આપી અને આવા યુનિટને કલેાઝર નોટીસ આપી દયો અને શો કોજ ઈસ્યુ કરીને શા માટે તેમના યુનિટને બંધ કરવામાં ન આવે તેની પણ તાકીદ કરી દીધી હોવાનુ મનાઈ રહ્યુ છે.કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનને વિશ્વ કક્ષાનુ વિકસાવાની દીશામાં ટુકાં ગાળામાં આગળ વધી રહેલા ડીસીશ્રીએ કરેલી લાલઆંખથી તસ્કર તત્વો કે જે ઝોનમાં માફીયા બનાવા મથી રહ્યા હતા તેવાઓને પણ ડામી દેવાની સાથે જ આવી ચોરી લોબીમાં પણ ભારે ફફડાટની સ્થિતી પેદા થવા પામી ગઈ હોવાનો વર્તારો દર્શાવવા પામી રહ્યા છે. સદામની પ્રથમ હરકત અંજામ પામે તે પહેલા જ ડીસીશ્રીએ ઝડપી પાડી છે અને તેમાં સંકળાયેલા સૌ કોઈએ કડકાઈથી તાકીદ કરી દીધી છે ત્યારે સદામના મોટા નેટવર્કની વાત આવી રહી છે તેની પણ જીણવટપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ થવા પામી ગયો છે તો વળી સદામ પર કોના ચાર હાથ રહેલા છે તેને પણ શોધવામાં આવી રહ્યા છે. સદામ કોના માર્ગદર્શનથી આ પ્રકારની ચોરીઓને અંજામ આપી રહ્યો છે તથા સદામે જે નેટવર્ક ફેલાવ્યુ અથવા તો કરોડોનુ નેટવર્ક ફેલાવવા તૈયારી કરી રહ્યો હતો તેમાં ગાંધીધામ સંકુલના જ ઝોનની સાથે સંકળાયેલા કયા તત્વોની ભાગબટાઈ થવાની હતી કે થઈ છે? આ તમામ પાસાઓ ડીસીશ્રીએ તપાસ હેઠળ લઈ અને તપાસવાનુ શરૂ કરી દીધા છે જે આગામી સમયમાં આ જ પ્રકરણને લઈને વધુ ખુલાસાઓ કરાવી જાય તો નવી નવાઈ નહી કહેવાય.

વ્હાઈટ બોલેરોમાં ઓપી માલની ચોરીમાં ચકચારી
સુરક્ષા અધિકારીને પાણીચું મળવાના ભણકારાં..
સદામનો ઠેકેદાર ઈસ્માઈલની ગાડીમાં પકડાયો હતો માલ?

ગાંધીધામ : ગત મહિને જ આ સદામ કાસેજની કંપનીમાથી નીકળેલા પ્રતિબંધિત સાબુત ઓપી માલને ઝોનના સુરક્ષાકર્મીએ જાગૃતતા પૂર્વક ઝડપી લીધો હતો. વ્હાઈટ બોલેરો કલરની કારમાં કપાસની ગાંસડીઓ દેખાડી અને તેમાં આ તગડો કપડાનો જથ્થો લઈ જવાતો હતો તે પ્રકરણમાં સુરક્ષાકર્મીએ ઝોનના સુરક્ષા અધિકારીને આ બાબતે અવગત કર્યા હતા. જે અધિકારીએ કાર્યવાહી કરવી કે પ્રસાસનને સાચી માહીતી પહોચાડવાના બદલે કુલડીમાં ગોળ ભાંગવાની હકરત આદરી હોવાનુ સામે આવતા જ ડીસીશ્રીએ આ અધિકારીને પણ બીસતરા પોટલા બાંધી લેવાની કડક તાકીદ કરી દીધી હોવાનુ કહેવાય છે. આ અધિકારીને મેમો અને શો કોઝ નોટીસ તો તે જ દિવસે ફટકારાઈ ગઈ હોવાનુ કહેવાય છે.

ઉદ્યોગપતિઓ કંગાળ થઈ રહ્યા છે.. તેવામાં
સદામ પાસે પાંચ-પાંચ મર્સિડીઝ કયાંથી આવી?

ગાંધીધામ : એકતરફ કોરોનાની મહામારી થકી વિશ્વભરમાં કંગાળી-મંદીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે કાસૈજનો આ બની બેઠેલ સદામ પાંચ-પાંચ મર્સિડીઝ ગાડીનો માલિક બનીને બેઠો હોવાનુ કહેવાય છે. તો આવી આલીશાન ગાડીઓ આવી કયાંથી? આ બાબતે પણ નજીકના સમયમાં જ વધુ ખુલાસાઓ થવા પામી જાય તેવા ભણકારાઓ પણ ગાજી રહ્યા છે.

સદામના સુરતમાં સેલ-ઉપલેટામાં શોરૂમની પણ તપાસ તેજ

ગાંધીધામ : કાસેઝમાં કાર્યરત એમરીકા નામધારી કંપની અહીથી ગાભા કપડાના નામે નવા અને સારા કપડા બહાર સરકાવી રહ્યો હોવાની ફરીયાદ બાદ એક ગાડી રંગે હાથ ઝડપાઈ ગઈ હોવાનુ ઝોનના પારદર્શ-કડક અને તટસ્થ ડીસીના ધ્યાને આવી જવા પામી ગયુ છે અને તેઓએ આ આખાય પ્રકરણને ગંભીરતાથી લઈ અને તેની તાબડતોડ જ નેટવર્કને તોડી પાડવાની દીશામાં કદમો લઈ લીધા હોવાનુ સામે આવી રહ્ય ુછે. સદામ સુરત અને ઉપલેટા સુધી નેટવર્ક વિકસાવાની તૈયારીમાં હતો ત્યારે હવે આ તરફ પણ નજીકના સમયમાં તપસાનો રડાર કેન્દ્રિત થવાની પણ શકયતાઓ જોવાઈ રહી છે.