કયાં છે સ્વરાજય? શું ૧૬મી ઓગષ્ટના જ થયું વાજપાયીજીનું નિધન?

મુંબઈ : દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈજીના નિધનને લઈને હજુય રાજકીય નિવેદનબાજી તેજ બનેલી જ જોવાઈ રહી છે. દરમ્યાન જ આજ રોજ શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા સવાલ ઉઠાવાયો છે કે શું વાજપાઈજીનું નિધન ૧૬મી ઓગષ્ટના રેાજ જ થવા પામ્યુ છે કે પછી તેની ઘોષણા એ તારીખે કરાઈ હતી? કારણ કે તેઓની તબિયત તો ૧રમી ઓગષ્ટથી વધારે નાદુરસ્ત હતી. વડાપ્રધાનજીને ૧પમી ઓગષ્ટનું પ્રવચન આપવાનુ હતુ તથા તિરંગો અડધી કાઠીએ ૧પમીએ ન લહેરાવો પડે તે માટે જાહેર ન કરાયુ અને વાજપાઈજીને ૧૬મીએ પ્રાણ છોડવાની ફરજ પડી? આવા સવાલ સંજય રાઉતે ઉઠાવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.