કયાં છે પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ ? : જવાહરનગર પુલિયા પાસે ૮ કીમી લાંબા ટ્રાફિક જામ

ર દીવસમાં પૂર્ણ થઈ શકે, તે પુલીયાનુ સમારકામ આજે ૧પ દીવસ બાદ પણ ચાલી રહ્યુ છે ગોકળગતિએ : કામ કરનારી એજન્સીના કેમ કોઈ નથી આમળતા કાન ? કોઈના પેટનુ નથી હાલતું પાણી ?

ટોલનાકા પર જ ચક્કાજામ કરે : ટ્રાન્સપોર્ટસ જાગે, હડતાળ-આંદોલન ટોલનાકા પર જ કરો દેખાવો : જયા સુધી ટોલનાકાવાળાઓને ભોગગ્રસ્તો નહી કરે ઘેરાવ-ત્યા સુધી રોડ-રસ્તા-પુલીયાના કામો નહી થાય પૂર્ણ : રાજકારણીના તો કોઈ જ નહી આવે આગળ : તેમના ગજવા તો ટોલનાકા વાળા કરી દે છે ગરમ : અથવા રાજકારણીઓની ગાડીને તો ટોલ ભરવાનો આવતો નથી, તેઓ શા માટે આમપ્રજા માટે હડતાળ પર ઉતરે..

ર દીવસમાં પૂર્ણ થઈ શકે, તે પુલીયાનુ સમારકામ આજે ૧પ દીવસ બાદ પણ ચાલી રહ્યુ છે ગોકળગતિએ : કામ કરનારી એજન્સીના કેમ કોઈ નથી આમળતા કાન ? કોઈના પેટનુ નથી હાલતું પાણી ?

ગાંધીધામ : કચ્છમાં વિકાસના નામે માળખાગત કામો મોટા પાયે ચાલી રહ્યા છે જેમાથી કેટલાક કામો એટલી મંથર ગતિએ ચાલી રહ્યા છે કે તેનાથી પ્રજાજનોને હેરાન-પરેશાન થવાની સતત નોબત આવી રહી છે પરંતુ તંત્ર છે કે તેના પેટનુ પાણી જરા સહેજ પણ હાલતુ ન હોય તેમ પણ લોકરોષ હવે વધુને વધુ ભભુકી રહ્યો છે.દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ફરીથી જવાહરનગર પુલિયા પાસે સવારથી જ સાતથી આઠ કીમી જેટલો લાંબા ટ્રાફિક જામ સર્જાવવા પામી ગયો છે. નોધનીય છે કે અહી બન્ને બાજુએ રસ્તાઓ બ્લોક થઈ જતા વાહનોના થપ્પા જ લાગી જવા પામી ગયા હતા.આ વિસ્તારમાં પુલિયાનુ કામ ચાલી રહ્યુ છે અને તેના જ પગલે સતત અહી ટ્રાફિક જામ સર્જાવવા પામી રહ્યો છે. લોકોને અહી ચાલીસ રહલા કામથી હાલાકી ન થાય તે માટે તંત્ર તો તસ્દી લેતુ જ નથી પરંતુ ટ્રાફિક પોલીસ પણ કયાંય જોવા મળતી નથી. મજાની વાત એ છે કે, જયા ટ્રાફીક જામ સર્જાયો તેનાથી એકાદ કીમીના જ અંતરે ટ્રાફિક પોલીસ વાહન ડીટેઈન કરવા ખડકાયેલ છે, અહી ટ્રાફીક કર્મીઓ ઉભા જ છે પરંતુ ટ્રાફિકની અડચણો દુર કરવા કોઈ ડોકાતુ જ નથી. બીજીતરફ જે કામ બેથી ત્રણ દીવસમા પૂર્ણ થવુ જોઈએ તેને આજે ૧પ દીવસનો સમય વીતી ગયો છે છતા પણ કામ પૂર્ણ થવા પામ્યુ નથી. આ બાબતે વેળાસર જ જવાબદારો જાગૃતી દાખવે, કામ ઝડપી થાય તે માટે કામ કરી રહેલી એજન્સીનો ઉધડો લે તથા જયા સુધી કામ પૂર્ણ ન થયા ત્યા સુધી અહી ટ્રાફિક કર્મીઓની પણ ચુસ્ત વ્યવસ્થાઓ કરાવાય તે જરૂરી બની જવા પામ્યુ છે.