કનકપરની મહિલાએ ઝેરી દવા પીધી

નલિયા : અબડાસા તાલુકાના કનકપર મધ્યે રહેતી મહિલાએ ભૂલથી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ભુજ ખસેડાઈ હતી. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સ્થિત પોલીસ ચોકીમાં બલિપુરી ગોસ્વામીએ આપેલી કેફીયત મુજબ તેમના પત્ની ભૂલથી એરંડામાં નાખવાની દવા પી જતા તેની અસર થતા તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.