કડીના કલ્યાણપુરા વેકરા રોડ ઉપર કંપનીમાંથી તસ્કરો ૨.૭૫ લાખની ચોરી કરી ફરાર

(જી.એન.એસ.)મહેસાણા,કડી શહેરી વિસ્તાર અને તાલુકા વિસ્તારોમાં તરખટોના ત્રાસથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કડી તાલુકામાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. તાલુકાના કલ્યાણપુરા વેકરા રોડ ઉપર નવી બનતી કંપનીમાંથી તસ્કરો રૂ. બે લાખ ૭૫ હજારથી વધુનો હાથફેરો કરીને ફરાર થઈ જતાં કંપનીના માલિકે કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કડી તાલુકાના કલ્યાણપુરા વેકરા રોડ ઉપર નવીન બનતી કંપની સંભાવી ઓઇલઝ એન્ડ સ્ટીલ એલ.એલ.પી.માં તસ્કરોએ હાથફેરો કરીને ફરાર થઈ ગયાં છે. કંપનીના માલિક નરેન્દ્ર રામભાઈ પટેલ (રહે.ડરણ તા. કડી)એ ભાગીદારીમાં કલ્યાણપુરા વેકરા રોડ પર નવીન યુનિટ બનાવી રહ્યાં હતાં. જેમાં ચોરી થયાની ફરિયાદ બાવલુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.નરેન્દ્ર પટેલના નવીન યુનીટમા પડેલા પતરાની તિજોરીમાંથી કોપરની પટ્ટી, આર.સી.સી અંડરગ્રાઉન્ડ બેઝમાંથી તાંબાની પ્લેટો,કેબલ વાયર ટેમ્પ્રેચર પાઇપ કેમ કુલ મળીને ?રૂ. બે લાખ ૭૫ હજાર ૮૦૦ના મુદ્દામાલની ચોરી ગયા હોવાની ફરિયાદ કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.