કટોકટી વચ્ચે માલદીવ, પાકીસ્તાન, ચીન વિશેષ દૂત મોકલશે; ભારત નહીં

માલેઃ ટાપુરાષ્ટ્રમાં ચાલતા સતાસંઘર્ષમાં સરસાઈ મેળવનારા માલદીવના પ્રમુખ અબ્દુલ્લા યામીને મિત્રદેશોને સારી પરિસ્થિતિની જાણકારી આપવા વિશેષ દૂત મોકલવા નિર્ણય કર્યો છે. એ મુજબ ચીન, પાકીસ્તાન અને સાઉદી અરેબીયાને ત્યાં મોકલાશે. મિત્ર દેશોની યાદીમાં ભારતનો સમાવેશ કરાયો નથી એ સૂચક છે.ચીને માલદીવમાં લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપ્યાના કલાકોમાં યામીને ઉપરોક્ત જાહેરાત કરી હતી. સતાસંઘર્ષમાં દેશ નિકાલ ગયેલા પુર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે લશ્કરી ટુકડી સાથે રાજદૂત મોકલી જજીસ અને રાજકીય નેતાઓને છોડાવવા ભારતને વિનંતી કરી હતી. ચીને દેખીતી રીતે આ સંદર્ભમાં લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપી હોવાનું સમજાય છે.