કટારિયામાં દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

ભચાઉ : તાલુકાના કટારિયા ગામના ત્રણ રસ્તે લાકડિયા પોલીસે પરવાના વગરના દેશી તમંચા સાથે ગાંધીધામ તાલુકાના અંતરજાળના શખ્સને લાકડિયા પોલીસે ઝડપી લીધો હતો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવની મળતી વિગતો મુજબ ભચાઉના કટારિયા ગામના ત્રણ રસ્તે ગત ૯/૯ના સાંજે ૭ઃ૧પ વાગ્યે લાકડીયા પોલીસે મૂળ સાંતલપુર, પાટણના હાલ ગાંધીધામના અંતરજાળમાં રહેતો યોગેશ ઉર્ફ યોગો પરષોત્તમભાઈ દવે (ઉ.વ. ર૧)ના કબજામાં વગર પરવાનાની રૂા.પ હજારની કિંમતના દેશી તમંચા સાથે પોલીસે ઝડપી લીધો હતો.