કચ્છ યુનિ.માં ફરી કોરોનાનો પ્રવેશ

એક ડ્રાઈવરનો રીપોર્ટ આવ્યો પોઝિટીવ : અગાઉ પણ યુનિવર્સિટીના અધિકારીઓ સહિતનાઓ આવી ચુકયા છે કોરોનાની ઝપેટમાં

ભુજ : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ફરી કોરોનાએ પ્રવેશ કરતા એક ડ્રાઈવરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અગાઉ પણ યુનિવર્સિટીના અધિકારી સહિતનાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુકયા હોઈ જવાબદારો દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.આ બાબતે કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઘનશ્યામ બુટાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, આજથી યુનિવર્સિટી પુનઃ કાર્યરત થઈ છે. ૩૦મી સુધી પ૦ ટકા સ્ટાફને અલ્ટરનેટીવ બોલાવવામાં આવશે. યુનિવર્સિટીના એક ડ્રાઈવરનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.