કચ્છ યુનિ.ના વધુ એક છબરડાએ વિવાદનો મધપુડો છંછેડયો..!

image description
  • ફી ન ભરનારા ૬પની માર્કશીટો આવી પહોંચી.! કોની ચૂક ?

યુનિ.ના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભરીને ડીગ્રી મેળવાની હોય છે, ફીનુ વેરીફીકેશન યુનિ.ના એકાઉન્ટ, કોમ્યુટર ડીઝીટલ વિભાગે જ કરવાનુ હોય, કયાં સંકલનમાં રહી ગઈ ચુક ?કે પછી પરીક્ષા વિભાગ રહી ગયુ છે કયાંય અંધારામાં? : જાણકારોમાથી ઉઠતા સવાલો

એકાઉન્ટ સહિતના વિભાગોમાં હું ચેક કરાવી લઉ છુ, હજુ સુધી મારા ધ્યાને આ વાત નથી આવી : શ્રી તેજલ શેઠ(પરીક્ષા નિયામક, યુનિ.)

પાછલા દસ દીવસથી ડીગ્રી સર્ટીફીકેટ આવી ગયા છતા, વિતરણ ન કરાતા વિદ્યાર્થીઓમાં ફેલાયો કચવાટ : યુનિ.માં વિતરણને લઈને વિવિધ વિભાગો એક બીજા પર કરી રહ્યા છે ખો-ખો :એબીવીપી જેવા સંગઠનો આવા વિષય બાબતે કેમ જવાબદારો પર નથી કરતા હલ્લા બોલ

ગાંધીધામ : કચ્છને અનેકવિધ રજુઆતો અને લડતરૂપ ઝુંબેશ બાદ મળેલી સ્વતંત્ર યુનિ. પાછલા કેટલાય સમયથી વહીવટી ક્ષતીઓ, ચુક અને સંકલનના અભાવના લીધે એક બાદ એક વિવાદોમાં સતત સપડાતી જ રહે છે.
દરમ્યાન જ જાણવા મળતી વધુ માહીતી અનુસાર કચ્છ યુનિ.માં વધુ એક છબરડા થકી વિવાદનો મધપુડો છંછેાડયો હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કચ્છ યુનિ.ને ડિઝીટલ વિશ્વ કક્ષાની યુનિવસિટી બનાવવાનુ સ્વપ્ન જાણે કે અહીના વહીવટી પ્રસાસન દ્વારા જ રોળવામા આવી રહ્યુ હોય તેમ એક પછી એક વહીવટી ચુક અને સંકલનના મોટા છબરડાઓ બહાર આવવા પામી રહ્યા છે.હાલમા પણ જાણવા મળતી માહીતી અનુસાર યુનિ. મારફતે ડીગ્રીનુ પ્રમાણપત્ર મેળવવા ઈચછુક વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભરવાની હોય છે અને તે ઓનલાઈન ફી ભરાઈ ગયાનુ વેરફીકેશન થઈ જાય તે બાદ ડીગ્રી યુનિ.માં આવી પહોચે છે અને તે વિદ્યાર્થીઓને વિતરણ કરવામા આવતી હોય છે. પરંતુ અહી નવી નવાઈની વાત એ સામે આવવા પામી ગઈ છે કે, જે વિદ્યાર્થીઓએ ફી ભરી નથી, જમા નથી કરાવી તેવા ૬૦થી વધુ વિદ્યાર્થીઓની ડીગ્રી પણ કચ્છ યુનિ.માં આવી પહોચી છે. આવુ કેવી રીતે બને? કચ્છ યુનિ.મા આ માટે પરીક્ષા વિભાગ, કોમ્યુટર વિભાગ, એકાઉન્ટ વિભાગ સહિતનાઓ કાર્યરત છે, આ બધાય શુ ચકાસ્યુ? આવી ચુક કેમ થઈ જવા પામી? આવા અનેક સવાલો હાલના તબક્કે ફરીથી ઉઠવા પામી રહ્યા છે.આ બાબતે કચ્છ યુનિ.ના પરીક્ષા નિયામક શ્રી તેજલ શેઠને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, હું ચેક કરાવી લઉ છુ. મને ખ્યાલ નથી. એકાઉન્ટ વિભાગમાં આ બાબતે તપાસ કરાવું છુેુ. બીજીતરફ ડીગ્રી સર્ટીફીકેટ પાછલા એકાદ સપ્તાહ કરતા વધુ સમયથી આવી ગયા હોવા છતા વિદ્યાથીઓને વિતરણ કરવામા ન આવતા હોવાની ફરીયાદ પણ ઉઠી રહી છે જે બાબતે શ્રી શેઠે કહ્યુ કે, બે જ દીવસ થયા છે. અઠવાડીયો નથી થયો. તે પ્રક્રીયા અનુસાર શોર્ટીગ થશે અને બાદમાં વિના વિલંબે વિતરણ કરી દેવામા આવશે.