કચ્છ યુનિ.ના પીએચડી કરતા ર૦ વિદ્યાર્થીઓ શોધ યોજનાનો લાભ મેળવશે

પીએચડી કોર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સંશોધન કરવા માટે અપાશે સહાય

ભુજ : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પીએચડી કરતા ર૦ વિદ્યાર્થીઓ શોધ યોજનાનો લાભ મેળવશે. આ યોજનામાં પીએચડી કોર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન કરવા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં ર૦૧૯-ર૦માં ૧૩ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો.
કચ્છ યુનિવર્સિટીના કુલસચિવની યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા તથા સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂં પાડવા માટે રાજ્યની માન્ય યુનિવર્સિટીઓમાં પીએચડી કોર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પૈકી ગુણવત્તાયુક્ત સંશોધન કરનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા “શોધ (સ્કીમ ઓફ ડેવલોપમેન્ટ હાઈક્વોલિટી રિસચ)” યોજના અંતર્ગત સંશોધન કરનાર વિદ્યાર્થીને માસિક રૂા.૧પ હજારનું સ્ટાઈપેન્ડ અને અન્ય આનુષાંગિક ખર્ચ પેટે વાર્ષિક રૂા.ર૦ હજારની સહાય મહત્તમ બે વર્ષ સુધી સરકાર દ્વારા આપવામાં આવે છે. શોધના નોડલ ઓફિસર ડૉ. ગૌરવ ડી. ચૌહાણના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૧૯-ર૦માં કચ્છ યુનિવર્સિટીના કુલ ૧૩ પીએચડી કરતા વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે. જ્યારે આ વર્ષે ર૦ર૦-ર૧માં કચ્છ યુનિવર્સિટીમાંથી કુલ ર૩ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી ર૦ વિદ્યાર્થીઓને મંજૂર થયેલ છે, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં આહારા આરતી નારાણદાસ, પારેખ ભૌમિકા મહેન્દ્રભાઈ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈંગ્લિશમાં વેદ અવની જીતેન્દ્રભાઈ, મજેઠિયા શ્વેતા સુરેશભાઈ, ગઢવી ભક્તિબેન વિજયદાન, ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વારમેન્ટલ સાયન્સમાં વૈદ્ય ખ્યાલિ દિવ્યાંશુભાઈ, સુમરા કાઝબાનુ અબ્દુલ્લા, સોલંકી મનિષ ભીખાલાલ, સોલંકી જૈમિત મનોજકુમાર, રૂપક દે, જાની ચિરાગ રાજેશભાઈ, ચસ્કાર કેતન અવિનાશભાઈ, અભિષેક રવિન્દ્ર લાખોટે, ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાં ચૌહાણ જાનકી હરેશભાઈ, પંકજભાઈ મુલુભાઈ રામ, ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃતમાં મિતલ જયંતિલાલ નકુમ, જાેષી મોહિત બંકીમભાઈ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં વૈશ્નવ નિયતી સંજભાઈ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક્સમાં સોઢા ધીરૂભાઈ પાંચુભા, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીક્સમાં ચૌધરી ચંપાબાઈ ક્રિષ્નારામનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને કુલપતિ પ્રો. ડૉ. જયરાજસિંહ જાડેજા અને કુલસચિવ ડૉ. જી.એમ. બુટાણીએ અભિનંદન પાઠવ્યા હતા.