કચ્છ યુનિવર્સિટીમાં એકક્ષર્ટનલ ફોર્મ ભરવા માટે ઉમટી છાત્રોની ભીડ

ભુજ : કચ્છ યુનિવર્સિટીમાં વિવિધ વિભાગના કોર્ષ માટે એકક્ષર્ટનલ છાત્રોના ફોર્મ ભરાઈ રહ્યા છે. જેમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે છાત્રોની મોટી ભીડ જાવા મળી હતી. આવતીકાલથી લેટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. તેવા આજે મોટી સંખ્યામાં ફોર્મ ધરવા માટે છાત્રો ઉમટ્યા હતા. કચ્છ યુનિ.માં બાહ્ય વિદ્યાર્થી તરીકે બીએ અને બીકોમના ફોર્મ ભરવાની પ્રક્રિયા છેલ્લા દોઢ-બે માસથી ચાલી રહી છે. જેમાં આજે છેલ્લી તારીખ હોતા છેલ્લા બે દિવસોથી ફોર્મ ભરવા માટેનો પુષ્કળ ઘસારો જાવા મળી રહ્યો છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ચલણ સહિતની પ્રક્રિયા માટે યુનિ.માં કરવી પડે છે. ત્યારે આજે યુનિ. માં ભરચક માહોલ જાવા મળ્યો હતો. છાત્રોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની જરૂર પડી હતી. બે દિવસ પૂર્વે બેંક હડતાળ હોવાને કારણે ચલણ ભરવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ હતી. ત્યારે છેલ્લે છેલ્લે જાગેલા છાત્રોને હાલાકી વેઠવી પડી હતી.