કચ્છ માટે સેવા સેતુ કાર્યક્રમ આશીર્વાદ સમાન : જયદ્રથસિંહ પરમાર

ભુજ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઝળહળતા પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૧લી ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. તા.૧થી ૯ તારીખ સુધી વિવિધ દિવસની ઉજવણી અંતર્ગત બીજી ઓગસ્ટના આજરોજ સંવેદના દિન નિમિત્તે ભુજના ટાઉન હોલ મધ્યે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્યું હુતં કે, પ્રજા પારાયણ વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર લોક સેવાના કાર્યો માટે સદાય સજ્જ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી રાજ્યની પ્રજાને લાભ મળશે.સેવા સેતુ કાર્યક્રમમાં ૧૩ વહીવટી વિભાગને પ૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભ નાગરીકોને મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ૧ર૮૦૦ કાર્યક્રમ હેઠળ ર કરોડથી વધુ લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મેળવ્યો છે. પ્રજાને દસ્તાવેજ તેના ઘર આંગણે જ મળી રહે તે પ્રકારનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે. ઈ-સેવાના માધ્યમથી ડિઝિટલ લાઈઝેશન વિક્શાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ર હજાર ગ્રામ પંચાયતોને રર જેટલી વિવિધ યોજનાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે જ્યારે હજુ પણ ગ્રામ પંચાયતોને ઈ-સેવા કાર્યક્રમ હેતુ આવરવાનું કાર્ય ચાલી રહ્યું છે. કોરોના મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ મહત્ત્વ પૂર્ણ નિર્ણય લીધા છે. કોરોનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન લગાવ્યું જેના લીધે દેશમાં ઓછામાં પણ કેસો નોંધાયા હતા. જ્યારે અન્ય રાજ્યમાં વધારે પ્રમાણમાં હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના કાળમાં લોકોને વિનામૂલ્યે રાશન પહોંચાડવાનું નિર્ણય લીધું જેનાથી લોકોને ઘર બેઠા રાશન મળ્યું હતું. લોકોને આવકનું દાખલો કઢાવો હોય તો તલાટી દ્વારા તે દિવસે જ કાઢી આપવામાં આવે છે. તેમજ મામલતદાર ઓફિસમાંથી પંચનામું કઢાવો હોય તો અરજદારને તે દિવસે પંચનામું મળી રહે છે. ઘર આંગણે લોકોને તેમનું વિવિધ દસ્તાવેજી કરણ મળી રહે તે પ્રકારનું રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત રાજ્યના લોકોની ચિંતા સેવી રહ્યા છે. સંવેદનશીલ સરકાર હંમેશા પ્રજાના કાર્યો કરવા માટે સજ્જ છે.કચ્છ જિલ્લામાં વર્ષ ર૦૧૭-૧૮માં ૬૧ સેવા સેતુથી પ૧,પ૦પ લાભાર્થીઓને, ર૦૧૮-૧૯માં ૧૧૬ સેવા સેતુ કાર્યક્રમો થકી ૯૭,૬૧૬ અને ર૦૧૯-ર૦માં ૧ર૯ સેવા સેતુ કાર્યક્રમો થકી કુલ ૧૮,પપ૭ લાભાર્થીઓને મેળવ્યો છે. કોરોના મહામારીથી અનાથ બનેલા બાળકો માટે સમાજ સુરક્ષા વિભાગની મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, જિલ્લામાં પ૧ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ સીધી સહાય ચુકવાઈ રહી છે. પાલક માતા યોજના હેઠળ જિલ્લામાં ૪ર૭ બાળકોને રૂા. ૧૦પ૪ કરોડની સહાયની ચુકવણી કરવામાં આવી છે. આ સંવેદના કાર્યક્રમમાં કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અતીરાગ ચાંપલોતે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો. મુકેશ ચંદે, નગરસેવક કમલભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.