કચ્છ પોલીસ કેમ બની રહી છે ‘કચકડાં’ પોલીસ? ઉચ્ચ અધિકારીઓ સુસ્ત?: કરવું ઘટે આત્મમંથન?

  • કેદીપાર્ટી કે મોજ-મસ્તી ટુકડી? આરોપીઓ નાશી જવાના વધતા કિસ્સા.!

પોલીસ જાપ્તામાંથી આરોપીઓ નાસી જવાની સિલસિલાવાર ઘટનાઓ ટાંકણે ઉઠતો સવાલ : એક સમય હતો કે બંદોબસ્તમાં રાજયભરમાં ઠેર-ઠેર મંગાતી કચ્છ પોલીસનું હવે નામ સાંભળતા જ ઉચ્ચ અધિકારીઓ મોઢું ફેરવી લેતા હોવાનો છે સિનારીયો

પોલીસ કસ્ટડીમાં કરોડોના કૌભાંડનો આરોપી નાસ્તો કરતા કરતા નીકળી જાય, તો વળી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાંથી બાંગ્લાદેશી શખ્સ ફરાર થઈ છુટે છે અને પૂર્વ કચ્છમાંથી પકડાય છે..! કેદીપાર્ટી એટલે શુ..હાલમાં આ ફરજ નિભાવનારને જરા સહેજ ભાન શુદ્ધા છે ખરી? : કેદીપાર્ટીના બદલે મહેફિલોની મોજ-મસ્તીથી જ ખાખીધારીઓ ફરજ બજાવતા હોવાની છે રાવ : હથકડી તહોમતદારના બદલે પેાલીસવાળાના હાથમાં બંયાયેલી હોય છે અને આરોપીઓ તો ફરતા હોય છે બિનધાસ્ત..! : આ બાબતે કડકાઈ-ગંભીરતાથી નહીં વિચારાય તો કચ્છમાં તો અન્ય ખુંખાર કેદીઓ સાચવવાના છે..કેવી થઈ શકે છે અવદશા ?

ગાંધીધામ : કચ્છ પોલીસના જાપ્તામાંથી કેદીઓ-બંદીવાન કે આરોપીઓ નાશી છુટવાની ઘટનાઓ સિલસિલાવાર બનવા પામી ગઈ છે. તાજેતરમં જ પાંચ દિવસમા અલગ અલગ ત્રણ કેદીઓ પોલીસના જાપ્તામાથી ચકમો આપીને નાશી છુટયાની સત્તાવાર ઘટના પ્રકાશમાં આવવા પામીગઈ છે. પશ્ચીમ કચ્છમાં એ ડીવીઝન ભુજ ખાતે પોસ્ટના આઠ કરોડથી વધુના કૌભાડના મુખ્ય સુત્રધાર એવા સચીન પોલીસ્‌ કસ્ટડીમાથી નાસ્તો કરતો કરતો સરકી ગયો અને ખાખીધારીઓને ગંધ શુદ્ધા ન આવી, ત્યાર બાદ જેઆઈસી એટલે કે જોઈન્ટ ઈન્ટ્રો ગેશન સેન્ટરમાથી એક બાંગ્લાદેશી બંદીવાન નાશી છુટયો, આ તો એવી જગ્યા છે કે જેના માટે કહેવાય છે કે, અહી પોલીસ અને સુરક્ષાતંત્રોની પરવાનગી વિના ચકલુ પણ પાંખ નથી ફરકાવી શકતો, ત્યાથી બાંગ્લાદેશી સરકી ગયો અને છેટ સામખીયાળી પાસેથી તે પકડાયો તો વળી આ બે ઘટનાઓના અહેવાલો સમ્યા જ ન હતા કે ભચાઉ પોલીસ મથકનો આરોપી અને ગળપાદર જેલમાં રહેલ આરોપીને ભુજ મેન્ટલ હોસ્પિટલમાં લવાયો તે વખતે પરત જતી વખતે ખાખીધારીઓની નજર ચુકવી, એક પર હુમલો કરીને સામાન્ય વ્યકિતને ધક્કો મારી તેની બાઈક હંકારીને નાશી છુટયો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી ગઈ હતી. જે રીતે આ ઘટનાઓ ઉપરાછાપરી બનવા પામી ગઈ છે તે જોતા તો જાણકારવર્ગ હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે કચ્છ પેાલીસ કેમ બની રહી છે કચકડા પેાલીસ? શું આ એ જ કચ્છ પોલીસ છે કે, જેને બંદોબસ્ત માટે રાજયભરમાથી એક સમયે તેડાવવામાં આવતી હતી? જે કચ્છ પોલીસની આખાય રાજયમાં નોધ લેવાતી હતી? કહેવાય છે કે, હવે તો કચ્છ પોલીસ એટલી નાલેશીભરી બની રહી છે કે, ઉપરી અધિકારીઓ કચ્છ પોલીસનુ નામ સાંભળીને મોઢુ ફેરવી લઈ રહયા છે. અને આ રીતે પાંચ દીવસીમાં ત્રણ કેદીઓ નાશી છુટે પોલીસ જાપ્તામાથી તો નાલેશી તો થઈ કહેવાય જ.આ અગે પ્રબુદ્ધવર્ગમાં થતી ચર્ચાની વાત કરીએ તો કેદી પાર્ટી એટલે શુ? એ જ આજના ખાખીધારીઓ કે તેની ફરજ નિભાવનારાઓને ખબર શુદ્ધા નથી? તેઓના મતે કેદીપાર્ટી એટલે તહોમતદારના ખર્ચે મોજ-મજા અને મહેફિલો માણવાની મોકળી તક જ માનવામા આવી રહી છે. કેદીઓને જયા લઈ જવાના હોય ત્યા મોટાભાગે પાર્ટીઓ કરતા કરતા જ બની બેઠેલા આવા ખાખીધારીઓ જતા હોવાનુ સપાટી પર આવી રહ્યુ છે.
હથકડી પણ કેદીઓના બદલે ખાખીધારીના હાથમા ંબંધાયેલી હોય છે. એટલી હદે આરોપીઓ કેદી પાર્ટીમા બિનધાસ્ત રીતે જ વિચરતા હોય છે. ઉપરાછાપરી આ રીતે કેદીઓ હાથમાંથી સરકી જવા શર્મનાક ઘટના કહેવાય. પોલીસની કેટલી નાલેશી કહેવાય…!આવા તબક્કે ઉચ્ચ અધિકારીઓ પણ કેમ સુસ્ત છે? આટઆટલી ઢીલીનીતી દાખવનારા કર્મીઓની શુ આવી જ તાલીમ આપવામા આવતી હોય છે? કેદી પાર્ટી બાબતે શુ વિશેષ ધ્યાન રાખવું ઘટે તેની ઉચ્ચ અધિકારીઓ કેમ સમજણ નથી આપતા? કચ્છમાં તો રાજયની સૌથી મોટી જેલ પૈકીની પાલાર જેલ છે અને જેઆઈસી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં પણ એ જ રીતેના કેદીઓ બંધક તરીકે રહેલા છે. જો આ રીતે પોલીસના હાથમાથી કેદીઓ સરળતાથી ભાગતા જ રહેશે તો ખુંખાર કેદીઓ સમયે કચ્છ પોલીસની કેવી અવદશા હશે?