કચ્છ જીલ્લાની સરકારી કચેરીઓમાં પૈસા ફેંક તમાસા દેખનો તાલ

ગાંધીધામઃ કચ્છ જીલ્લાની સરકારી કચેરીઓમાં હાલમાં આધારકાર્ડ રૂ.ર૦૦, અને માં કાર્ડ રૂ.પ૦૦, લેવામાં આવે છે અને દરેક કામગીરી માટે નાણા પડાવવામાં આવે છે. જેમાં પ્રાઈવેટ ઓપરેટરો તો પ્રિન્ટ માટે રૂ.૧૦૦ આ રીતે વગેરે સરકારી કામોના નાણા આપવા પડે છે.
જેમાં હુકમ કે કેશનો ઝડપી નિકાલ વગેરે માટે નાયબ મામલતદાર દ્વારા સેટીંગ કરવામાં આવે છે આ નાયબ મામલતદાર લાંબા સમયથી કલેકટર કચેરીમાં ફરજ બજવે છે અને ફકત અનેફકત કલેકટરના જુદા જુદા વિભાગજ અને ભુજ શહેરની કચેરીઓમાંજ બદલવામાં આવે છે તેને કોઈપણ જાતના ડર રહેલો નથી ઉપરાંત નાણા લીધેલા પકડાઈ ગયેલા હોવા છતાં ફરીથી નોકરીમાં આવિજાય છે અને જેનાકારણે તે ફરીથી આરીતે વર્તવા લાગે છે.
આ રીતે કચ્છ જીલ્લા સમગ્ર કચેરીમાં નાણા આપ્યા સિવાય કામગીરી થતી નથી જાનાણા ન આપો તો ધક્કા ખવડાવવામાં આવે છે અને લાંબા સમયથી અરજદારોના કામો ટેબલ ઉપર રાખવામાં આવે છે., જા માંગણી મુજબના નાણા આપી દેવામાં આવે તો ઝડપથી ફાઈલ આગળ વધી જાય છે દરેક કામગીરીના ભાવ નક્કી થઈ ગયેલા છે હુકમ, કેશ, વગેરે માટે આ રીતે નાણા લેવામાં આવે છે અને આરીતે હાલમાં કચ્છ જીલ્લાની અંદર કલેકટર કચેરીને ધક્કા ખાવા પડે છે તેવીજ રીતે રાશન કાર્ડ વગેરે સારો એજન્ટ કચેરીની આજુબાજુ ફરે છે જે રાશનકાર્ડની કામગીરી કરતા હોય છે, જેમાં અંજાર મામલતદાર કચેરીમાં એજન્ટો ફરતા હોય છે, અને તેમજ ગાંધીધામ મામલતદાર કચેરીમાં એજન્ટો ફરતા હોય છે, એકજ માણસ રોજ કચેરીમાં શું કરે છે, અને કોઈપણ પુરાવા વગર આ વ્યÂક્તઓને નાણા આપો તો ઉભા ઉભા આપી દેવામાં આવે છે.
અને આ એજન્ટો દ્વારા તમામ આધારો ખોટા ઉભા કરીને પણ રૂ.પ૦૦૦ થી ૧પ૦૦૦ જેવી એપીએલ અને બીપીએલ અને અંત્યોદય જેવા રાશનકાર્ડ તેવાભાવ અને જેવા કામ તેવા દામ હુકમ કરાવો કે નોંધ પ્રમાણીત કરાવી ઠરાવ કરાવો કે કોઈ પરમીશન લેવી અને કેશ તરફેણ કરાવો કોઈપણ કામ કચેરીને લગતું પૈશા ફેંક તમાશા દેખ ખુલે ખુલા ભાવ ચાલે છે, કામ કાઢવી દેવામાં આવે છે પુરાવા હોય તો અને નાહોતો પણ જેમાં તમામ પુરાવા ઉભા કરી દેવામાં આવે છેફકત નાણા હોવા જાઈએ આ રીતે એકજ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે.
તેઓની બદલી થયેલી નથી અને એકજ કચેરીમાં લાંબા સમયથી ફરજ બજાવે છે ફકત બદલી એક ટેબલથી બીજા ટેબલ ઉપર કરવામાં આવે છે.,
આ રીતે એક બીજાનો કમિશન બંધાયેલ રહે છે નાયબ મામલતદાર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવીજ રીતે નાયબ મામલતદાર પુરવઠા અધિકારી દ્વારા બી.પી.એલ.,રાશનકાર્ડ વગેરે માટેના નાણા લેવામાં આવે છે જે એજન્ટો મારફતે લેવામાં આવે છે તેની પણ સાતાવર માહીતી મળી છે આ રીતે સંપુર્ણ કચ્છ જીલ્લાની અંદર પૈસા ફેંક તમાશા દેખ જવો તાલ છે આ એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે અમો પોતાના રાશનકાર્ડ લેવા માટે નાયબ માલમદતારને નાણાઆપીએ તો રાશનકાર્ડ અને નહીંતો કોઈને કોઈ બહાના ધારી આપે છે આ રીતે અમોને ખુદને ભ્રષ્ટાચાર નિવારણ કરનારને પણ રાશનકાર્ડ મેળવવા માટે નાણા આપવા પડે તેવી પરિÂસ્થતિ ઉભી થયેલી છે,અમોએ રાશનકાર્ડ પોતાના બનાવવા આપેલ છે પરંતુ જયાં સુધી નાણા નહીં આપીએ ત્યાં સુધી ઓપરેટરો દ્વારા અને નાયબ મામલતદાર દ્વારા રાશનકાર્ડ બનાવી આપવામાં આવતાનથીઅને ખોટા ધક્કા ખવડાવવામાં આવતો હોય તો સામાન્ય નાગરીકનો કચ્છ જીલ્લાની અંદર શું હાલ થતા શહે અને જા આરીતે નાણા આપીને સરકારી કચેરીમાં કામગીરી થતી હોય તો બોર્ડ લગાડવામાં આવે જેથી ખોટા ધક્કા ખાવા ન પડે કેહુકમ કરવાના એટલા ફાઈલ અભિપ્રાય કેશનો નીકાલ સમય મર્યાદામાં વગેરે આ રીતે ભાવ નક્કી કરવામાં આવે ખોટા ધક્કા ખાવાથી પ્રજા કંટાળી થઈ છેતો હવે ભ્રષ્ટાચાર આચરનાર સામે કડક પગલા લેવાની જરૂર ઉભી થઈ ગઈ છે લાગતી વડગતી એજન્સી ઓઢીલી પડી રહી છે અને જેઓ મામલતદાર લાંબા સમયથી ફરજ બજવે છે તેની બદલી હવે જરૂરી બની ગઈ છે પરંતુ વ્યવહારના કારણે લાગતા વડગતા અધિકારીની બદલી કરવાની ફરજ હોવા છતાં પણ બદલી કરતા નથી જેથી તેની સામે પણ શિક્ષાત્મક પગલા લેવા અને કાયદેસર કાર્યવાહી થવા ફરીયાદ છે., આ અંગે તાત્કાલીક અસરથી લાગતા વળગતા અધિકારી સામે કડક કાર્યવાહી અને જવાબદારો સામે શિક્ષાત્મક અને દંડની કાર્યવાહી થવા ફરીયાદ છે કચ્છ જીલ્લા ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના હરીલાલ કે.વાણીયાએ કરી છે.