કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના હોદ્દેદારો વરાયા

 

ભુજ : કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા પ્રમુખ, ધારાસભ્ય માંડવી-મુન્દ્રા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ હઠુસિંહ ભાણજીભા જાડેજા (લોરીયા) દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે કુલદિપસિંહ મહાવિરસિંહ જાડેજા (ખાખર), સન્મુખસિંહ સાન્તુભા જાડેજા (મેરાઉ), પ્રદિપસિંહ દાનુભા વાઘેલા (લોદ્રાણી), જયદિપસિંહ સ્વરૂપસિંહ જાડેજા (સણવા), મહામંત્રી તરીકે ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ જાડેજા (તરા-મંજલ), મહાવિરસિંહ ભાણજીભા જાડેજા (સુગારીયા), ગજુભા ભીમાજી જાડેજા (નવીનાર), જયદિપસિંહ પ્રધ્યુમસિંહ જાડેજા (વિરાણી), જયદિપસિંહ કિશોરસિંહ જાડેજા (નલિયા), મંત્રી તરીકે ગિરિરાજસિંહ શિવુભા સોઢા (પાન્ધ્રો), નરેન્દ્રસિંહ રામસંગજી જાડેજા (બિબ્બર), મહેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા (વમોટી-મોટી), મંત્રી તરીકે દિપસંગજી જીલુભા જાડેજા (મોડકુબા), અનિરૂધ્ધસિંહ હેતુભા જાડેજા (વરસાણા), સંગઠન મંત્રી તરીકે જનકસિંહ રામસંગજી જાડેજા (રાપર), જુવાનસિંહ અર્જણજી જાડેજા (વાંકુ), વિજયસિંહ ઉદયસિંહ જાડેજા (શિવલખા), સહમંત્રી તરીકે હરદેવસિંહ કિશોરસિંહ જાડેજા (સુગારીયા), ખજાનચી તરીકે ગિરિરાજસિંહ નટવરસિંહ સોઢા (રોહા- સુમરી)ની નિમણુંક કરવામાં આવી છે.