કચ્છ જિલ્લા યુવા ભાજપ દ્વારા અંજારમાં વિજય ટંકાર યુવા સંમેલન આવતીકાલે યોજાશે

અંજાર : વિધાનસભાની ચૂંટણી માથે હોઈ રાજકીય કાર્યક્રમનો ધમધમાટ જાવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ યુવાનોને આગળ કરીને હંમેશા સંગઠને લાભ લીધો છે. અને કચ્છમાં પણ યુવા ભાજપ સતત સક્રિય રહી છે. ભારતીય જનતા યુવા મોરચા અંજાર વિધાનસભાનું વિજય ટંકાર યુવા સંમેલન તા. ૧૨/૦૯/૨૦૧૭, મંગળવારના અંજાર ટાઇનહોલ ખાતે સાંજે ૪ઃ૦૦ કલાકે યોજાવાનું છે. સંમેલન મા સંસદીય સચિવ વાસણભાઈ આહિર, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ  પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરીયા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રાહુલભાઈ ગોર તેમજ ભાજપના સંગઠન, યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થીત રહેશે.