કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડની ચૂંટણી સંદર્ભે ચૂંટણી અધિકારીશ્રીએ વિગતો જાહેર કરી

ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી એકટ ૧૯૬૧ના ચેપ્ટર અગિયાર હેઠળ મદદનીશ કલેકટર ભુજ શ્રી અતિરાગ ચપલોતે કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ સહકારી સમિતિની યોજાનાર ચૂંટણી સંદર્ભે અનુસૂચિ જાહેર કરી છે .તારીખ ૭મી ઓકટોબર ૨૦૨૧ ના રોજ યોજાનાર ચુંટણી માટે ઉમેદવારીપત્રો મેળવવા ભરવા અને તૈયાર કરવા માટે ઇચ્છુક ઉમેદવારો જાહેર રજાના દિવસો સિવાય તા.૧૩/૦૯/૨૧ થી ૨૧/૦૯/૨૧ સુધી સવારે ૧૦: ૩૦ થી બપોરે ૩ વાગ્યા સુધી પ્રાંત કચેરી, ભુજ ખાતે ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારોએ ભરેલા ઉમેદવારીપત્રની યાદી તારીખ ૨૧/૦૯/૨૧ ના રોજ બપોરે ૩ કલાક પછી પ્રસિદ્ધ કરાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૨૩મી એ સવારે૧૧:૦૦ વાગ્યે કરાશે તેમજ માન્ય ઉમેદવારોની યાદી ૨૩મીએ  પ્રસિદ્ધ  થશે. તા.  ૨૪થી ૨૬મી સપ્ટેમ્બર સુધી ૧૦: ૩૦ થી બપોરે ૩ વાગ્યા  સુધી જ ઉમેદવારી પાછી ખેંચી શકાશે. હરીફ ઉમેદવારોની આખરી પ્રસિદ્ધિ ૨૭મી તારીખે પ્રસિદ્ધ કરાશે. જો મતદાન જરૂરી હશે તો તા. ૭મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, ભુજ ખાતે સવારે ૧૧ થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરાશે. ૮મી ઓક્ટોબરે સવારે ૧૦ વાગ્યે કોન્ફરન્સ હોલ, મામલતદાર કચેરી ગ્રામ્ય  ખાતે મતગણતરી પૂરી થતાં ચૂંટણી પરિણામ જાહેર કરાશે એમ કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેકટર શ્રી અતિરાગ  ચપલોત દ્વારા જાહેર કરાયું છે.