કચ્છ જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીનું આવતીકાલે કરાશે સન્માન

કચ્છને નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળે તે માટે કરેલી જોગવાઈ બદલ સ્વર્ણીમ સંકુલ ખાતે કરાશે સન્માન

ભુજ : સરહદી કચ્છ જિલ્લાને નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળે તે માટેની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 3 હજાર 475 કરોડની ફાળવણી કરી સૈધાંતિક મંજૂરી અપાઈ છે. ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનું આવતીકાલે ગુરૂવારે સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવશે. કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી વલમજી આર. હુંબલ દ્વારા અપાયેલી યાદીમાં જણાવાયું હતું કે, કચ્છ માટે નર્મદાના એક મિલિયન એકર ફીટ પાણીની જોગવાઈ કરવામાં આવી, તે અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનું સન્માન કરવામાં આવશે. જેમાં સાસંદ વિનોદભાઈ ચાવડા, તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, તમામ મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખશ્રીઓ, કેડીસીસી બેન્ક ચેરમેન, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન, એપીએમસીના ચેરમેન સહિત અપેક્ષિત જે તે મંડળના પ્રમુખ, મહામંત્રીઓ સહિતના આગેવાનો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે સમગ્ર કચ્છ જિલ્લા વતી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીનું સન્માન કરશે.