કચ્છ જિલ્લા પંચાયત દ્વારા સભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં ખુબ જ વિસંગતાઓ : વી.કે. હુંબલ

કચ્છ જિલ્લામાં કોરોનાના કારણે માત્ર ર૮ર જ મરણ આજ દિવસ સુધી થયેલ છે જે જવાબ નવાઈ પમાડે તેવો છે : જિલ્લા પંચાયત સભ્યોએ પૂછેલા પ્રશ્નોનો જવાબ મનઘડત રીતે આપવાના કારણે સભ્યશ્રીઓનો વિશેષાધિકારનું હનન થયા છે : સમિતિઓના ચેરમેનને ચેમ્બર આપવી કે નહિં તેનું માર્ગદર્શન સરકાર પાસેથી મેળવવામાં આવશે તેવો જવાબ જિલ્લા પંચાયતે આપેલ છે : ભીમાસર બેઠકના સભ્ય મંજુલાબેન ડાંગરે ર૭ જેટલા પ્રશ્નો સામાન્ય ભામાં પુછેલ હતા જેના જવાબમાં ભારે વિસંગતતાઓ

ગાંધીધામ : કચ્છ જિલ્લા પંચાયતના તા. ૬-૭-ર૧ના મળેલ સામાન્ય સભામાં ભીમાસર બેઠકના સભ્ય મંજુબેન શંભુભાઈ ડાંગર દ્વારા ર૭ જેટલા પ્રશ્નો પૂછવામાં આવેલ હતા જેના જવાબો લેખિતમાં જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે જે વાસ્તવિક હકીકતથી દુર છે અને ખોટું અર્થઘટન કરી ને મનઘડત રીતે જવાબો અપાયેલ છે. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી પાસેથી સ્પષ્ટતાઓ માંગવામાં આવશે. જે પ્રશ્નોના જવાબો અપાયેલ છે.દુધઈ ગામે ૧૦૦૦ એકરથી વધારે જમીન ગૌચરની નીમ થયેલ છે જે જમીન ઉપર બિલકુલ દબાણો થયેલ નથી તેવો જવાબ અપાયેલ છે. હકીકતમાં મોટાભાગની ગૌચર જમીનો ઉપર દબાણો થઈ ગયેલ છે. જિલ્લા પંચાયત દ્વારા ખાનગી માલિકીની જમીનોમાં જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કામો કરી શકાય કે નહિં તેના જવાબમાં જિલ્લા પંચાયતે જણાવેલ છે કે ખાનગી માલિકીની બિનખેતી જમીનમાં વિકાસ કામો કરી શકાય નહિં. પરંતુ જિલ્લા પંચાયત દ્વારા જ અસંખ્ય કામો ખાનગી માલિકો અને બિલ્ડરોની જમીનોમાં રોડ, ગટર અને પાણીના કામો કરવામાં આવી રહેલ છે.કોરોનાના કારણે કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ કેટલા મરણ થયેલ છે જેના જવાબમાં જિલ્લા પંચાયતે જણાવેલ છે કે તા. ર૮-૬-૧ર સુધીમાં માત્ર ર૮ર લોકો કોરોનાના કારણે મરણ પામેલ છે તેવો જવાબ અપાયેલ છે જે જવાબ કઈ રીતે માની શકાય. કારણ કે ખુબ જ મોટી સંખ્યામાં કોરોનાના કારણે લોકોના મરણ થયા છે જેની માહિતી જ જિલ્લા પંચાયતના આરોગ્ય વિકાસ પાસે નથી જે ખુબ જ ગંભીર બાબત છે અને બીજી તરફ જિલ્લા પંચાયતે જવાબમાં વિશેષ જણાવેલ છે કે અમોએ તાલુકા હેલ્થ ઓફિસરો પાસેથી મરણ થયેલની વિગત મંગાવેલ છે તો અત્યાર સુધી જિલ્લા પંચાયત પાસે કોઈ માહિતી જ નથી. જેની નવાઈ લાગે છે.મંજુલાબેન દ્વારા પુછાયેલ પ્રશ્ન મુજબ જિલ્લા પંચાયતમાં ક્યા – ક્યા પદાધિકારીને ચેમ્બર ફાળવવાની જોગવાઈ છે જેમાં જિલ્લા પંચાયતે જવાબ આપેલ છે કે માત્ર જિલ્લા પંચાયતના પ્રમુખ અને સામાજિક ન્યાય સમિતિતના ચેરમેનને જ ચેમ્બર આપવાની જોગવાઈ છે. સમિતિઓના ચેરમેનોને ચેમ્બર આપી શકાય કે કેમ તેનું માર્ગદશર્ન સરકારશ્રીમાંથી મેળવી અને સમિતિઓના ચેરમેનોને ચેમ્બર ફાળવવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જેથી જ્યાં સુધી સરકારશ્રીનું માર્ગદર્શન ના આવે ત્યાં સુધી કોઈ પણ સમિતિઓના ચેરમેનને ચેમ્બર ફાળવવામાં આવે તેવી માંગ ડી.ડી.ઓ પાસે કરવામાં આવશે.જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત હસ્તેના ૯૬ રસ્તાઓ એવા છે કે જે ૭ થી ૧૦ વર્ષ સુધીમાં કોઈ રિસરફેસિંગ કરવામાં આવેલ નથી. અને ભીમાસર-ટપ્પર ગામના એપ્રોચ રોડ પણ ભૂકંપ બાદ કરવામાં આવેલ નથી. તેમ છતાં ખોટી માહિતી આપી ર૦૦૯-૧૦ માં આ બન્ને ગામમાં એપ્રોચ રોડનું રિસરફેસિંગ કરવામાં આવેલ છે જે પણ વિસંગતા છે જેની સ્પષ્ટ માંગવામાં આવશે.જિલ્લા પંચાયત સભ્ય મંજુલાબેન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન મુજબ ગ્રામ પંચાયત તેમના સ્વભંડોળમાંથી પાંચ લાખ ઉપરના કામો કરી શકે કે કેમ જેના જવાબમાં પણ તા. ર૯-૮-૧ર ના પંચાયત વિભાગના પરિપત્રનો હવાલો આપી અને ગ્રામ પંચાયતો સ્વભંડોળમાંથી પાંચ લાખથી ઉપરના કામો ના કરી શકે તેવો જવાબ આપેલ છે. હકીકતમાં આ પરિપત્ર સરકાર કે તાલુકા/જિલ્લા પંચાયના મંજુર કરેલ કામો વગર ટેન્ડરે ગ્રામ પંચાયતોને પાંચ લાખ રૂપિયા સુધી આપી શકાય તેવો છે ખોટું અર્થઘટન કરી આ પરિપત્રના આધારે ગ્રામ પંચાયતો સ્વભંડોળમાંથી પણ પાંચ લાખ ઉપરના કામો ના કરી શકે તેવો જવાબ આપેલ છે જે વિસંગતાઓ ભરેલ છે જેનો ખુલાસો પણ માંગવામાં આવશે.મંજુલાબેન ડાંગરના પ્રશ્નના જવાબમાં જિલ્લા પંચાયત દ્વારા જવાબ અપાયેલ છે કે કચ્છની કુલ્લ ૬૩૦ ગ્રામ પંચાયતો પૈકી એક પણ ગ્રામ પંચાયત આજ દિવસ સુધી જેમ પોર્ટલમાં રજીસ્ટર થયેલ નથી. તેમ છતાં તાલુકા/જિલ્લા પંચાયતો દ્વારા ગ્રામ પંચાયતોને જેમ પોર્ટલ મારફતે ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. હકીકતમાં ગ્રામ પંચાયતો પાસે ક્વોલીફાઈડ સ્ટાફ જ નથી. તેના લીધે માલસમાન ખરીદીમાં મોટો વિલંબ ઉભો થાય છે. હકીકતમાં જેમ પોર્ટલ મારફતે માલ ખરીદી કરવામાં આવે તો તે માલસામાન બજારભાવ કરતા પણ ઉંચા ભાવ આવે છે જે પંચાયતોને પણ નુકસાનકારક છે જેથી પંચાયતો સમયસર કામ પણ કરી શક્તિ નથી. જેથી ગ્રામ પંચાયતોને ઓથોરાઈઝડ ડીલર પાસેથી ઓફલાઈન માલ ખરીદ કરવાની મંજુરી આપવામાં આવે તેવી માંગ જિલ્લા પંચયાત પાસે કરવામાં આવશે.જિલ્લા પંચાયતના સભ્યોને જિલ્લા પંચાયત પાસેથી પ્રશ્નો પૂછવાનો અધિકારો છે અને તેના આધારો સાથે જાબો આપવાની જવાબદારી જિલ્લા પંચાયતની છે તેમ છતાં યોગ્ય જવાબ ના આપી અને સભ્યશ્રીઓનો વિશેષાધિકાર હનન થાય છે. આ બાબતે જિલ્લા પંચાયત દ્વારા સભ્યશ્રીઓને વિગતવાર અને આધારો સાથે જવાબ અપાય તે જરૂરી છે. આ વિગત ભીમાસર ગ્રામ પંચાયતના સભ્ય મંજુલાબેન ડાંગર તરફથી અમારી પાસે આવતા સમગ્ર કચ્છના લોકોને જાણકારી મળે તે માટે આ અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.