કચ્છ જિલ્લા પંચાયતની ર૪મીએ ફરી કારોબારી

એનએની ૩૦ જેટલી ફાઈલો મંજૂરી અર્થે મુકાવાની સંભાવના
ભુજ ઃ વિધાનસભા ચૂંટણીને આડે થોડો સમય બાકી રહ્યો હોઈ રાજકીય પક્ષોની સાથોસાથ વિવિધ કચેરીઓમાં પણ ચૂંટણીલક્ષી ધમધમાટ જાવા મળી રહ્યો છે. ત્યારે ચૂંટણી આચાર સંહિતા અમલી બને તે પૂર્વે જ વધુમાં વધુ એનએની ફાઈલો પર મંજૂરીની મહોર મારી શકાય તે હેતુથી કચ્છ જિલ્લા પંચાયતની ર૪મીએ ફરી કારોબારીની બેઠક મળનારી છે. આ અંગે પ્રાપ્ત થયેલ વિગતો મુજબ કારોબારી સમિતિના ચેરમેન નવીનભાઈ ઝરૂના અધ્યક્ષ સ્થાને ર૪-૧૦ મંગળવારે કારોબારી સમિતિની (ઓપન હાઉસ) બેઠક મળશે. જેમાં એનએની ૩૦ જેટલી ફાઈલો મંજૂરી અર્થે મુકાવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે ગઈકાલે જ યોજાયેલ કારોબારીની બેઠક બાદ ફરી ર૪મીએ બેઠક યોજાનારી હોઈ આ બેઠક પર સૌની મીટ
મંડાઈ છે.