કચ્છ જિલ્લા તકેદારી સમિતિના એડવોકેટ સદ્દસ્ય તરીકે કિશોર મહેશ્વરીની નિમણુંક

કચ્છ જિલ્લા તકેદારી સમિતિના નિમણુક પામેલ સદ્દસ્યોની નામાવલી
ભુજ ઃ અનુ.જાતિના બિનસરકારી સભ્યો ધનજીભાઈ વલુભાઈ મહેશ્વરી (મોટા લાયજા, તા. માંડવી), વિનોદભાઈ દાફડા (ભુજ), પ્રકાશભાઈ રામજી મહેશ્વરી (ભુજ), શામજીભાઈ વાણિયા (અટલનગર, તા. ભુજ), રવિલાલ નામોરી (જિયાપર, તા. નખત્રાણા) અને એનજીઓ સાથે જાડાયેલા સભ્યો કાંતાબેન છગનલાલ પરડવા (શિણાય, તા. ગાંધીધામ), વિનોદદાન ગઢવી (ભુજ), અનુસુચિ જાતિના કિશોરભાઈ મહેશ્વરી (ભુજ), અનુસુચિત જાતિના સામાજિક મહિલા કાર્યકર કંચનબેન વાઘેલાની નિમણુંક કરવામાં આવેલ છે.

ભુજ ઃ અનુસુચિત જાતિ – અનુસુચિત જન જાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ના અસરકારક અમલ ને તે માટે જરૂ પગલાં લેવા તેને મદદરૂપ થાય તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા તકેદારી સમિતિની પુનઃરચના કરવામાં આવેલ છે જેમાં કચ્છ જિલ્લા તકેદારી સમિતિના એડવોકેટ સદ્દસ્ય તરીકે એડવોકેટ કિશોર જી. મહેશ્વરીની નિમણુક કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર આ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા નાયબ નિયામક અનુસુચિત કલ્યાણ સમિતિના સભ્ય સચિવ હોય છે.  પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગામ સુવઈ તા. રાપરના વતની છેલ્લા ૧૦ વર્ષથી એડવોકેટ તરીકે પ્રેકટીશ કરતા કિશોર જી. મહેશ્વરી ભાજપમાં સેલના જિલ્લા કન્વિનર તેમજ કચ્છ ભાજપ અનુ.જાતિના કારોબારી સદ્દસ્ય તરીકે કાર્યરત છે. તેઓ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજના સ્થાપક ટ્રસ્ટી અને મંત્રી તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત માનવ સમાનતા ટ્રસ્ટના પ્રમુખ, સુવઈ સોશ્યિયલ ગ્રુપના સદ્દસ્ય, વાગડ પછાત મિત્ર ચેરીટેબલ ટ્રસ્ટના સલાહકાર, ટ્રસ્ટી, શ્રી વાગડ ગઢ ચોવીસી મેઘ- મારૂ મહેશ્વરી સમાજ સમૂહલગ્ન સમિતિના સ્થાપક સદ્દસય તરીકે, આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓમાં અનેકવિધ રીતે સેવા આપે છે. તેમની નિમણુંક થતાં ઠેર ઠેરથી અભિનંદન પાઠવી રહ્યા છે.