કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં સ્થાન

ત્રણ વર્ષમાં ૩ હજારથી વધુ ડ્રાઈવરના અકસ્માત વિમા પોલીસીનું પ્રિમિયમ સંસ્થાએ ભરતા લેવાઈ નોધ : સંસ્થાના પ્રમુખને સર્ટીફીકેટ એનાયત કરાયું

ભુજ : કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નવઘણભાઈ વી. આહિરની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ટ્રક ડ્રાઈવરોની સુરક્ષા હેતું છેલ્લા ૩ વર્ષમાં ૩ હજારથી વધુ ડ્રાઈવરોના પ લાખ રૂપિયા અકસ્માત વિમા પોલીસીનું પ્રિમિયમ સંસ્થા દ્વારા ભરાતા તેની નોંધ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા લેવામાં આવી છે. ૧પમી માર્ચે આ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. ત્યારે સંસ્થાના પ્રમુખને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા સર્ટીફીકેટ એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.

કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની ઓફિસ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના કચ્છ – ગુજરાતના નિર્ણાયક મિલનભાઈ સોની અને દેવ્યાંની સોનીના હસ્તે સંસ્થાના પ્રમુખ નવઘણભાઈ વી. આહિરને સર્ટીફીકેટ એનાયત કરાયું હતું. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ નવઘણભાઈ આહિરે જણાવ્યું કે, સંસ્થા દ્વારા છેલ્લા ૩- ૪ વર્ષથી ટ્રક ડ્રાઈવરોને પ લાખનું વિમા કવચ આપવામાં આવી રહ્યું છે. અને તેનું પ્રિમિયમ પણ સંંસ્થા દ્વારા જ ભરવામાં આવે છે. ટ્રક ડ્રાઈવરોને સતત રસ્તા પર રહેવું પડે છે, ત્યારે તેઓને સુરક્ષા મળે તે હેતુથી વીમા કવચ અપાઈ રહ્યું છે. બે લાભાર્થીઓના વારસદારોને વિમાની રકમ પણ મળી છે. સંસ્થા દ્વારા મેડિકલને લગતા કામો પણ કરવામાં આવે છે. મિલનભાઈ સોનીએ જણાવ્યું કે, કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નવઘણભાઈ આહિરી આગેવાની અને માર્ગદર્શન તળે ૩ હજારથી વધુ ટ્રક ડ્રાઈવરોના વિમા કરાવી તેનું પ્રિમિયમ સંસ્થા દ્વારા ભરાતા વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન અપાયું છે. પ્રેરણારૂપ કાર્યની ચોક્કસ પણે નોંધ લેવાય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું.