કચ્છ જિલ્લામાં તા.૦૮/૦૮/ર૦ર૧ રવિવારનાં કોવિડ-૧૯નાં બીજા ડોઝમાં બાકી રહેલ લાભાર્થીઓ માટે ખાસ રસીકરણ

માત્ર ધંધાર્થી વર્ગ માટે પ્રથમ ડોઝ ની કામગીરી પણ ચાલુ રહેશે 

કચ્છ જિલ્લામાં તા. ૦૮/૦૮/ર૦ર૧ રવિવારના રોજ કોવેકસીન અને કોવીસીલ્‍ડના બીજા  ડોઝ  માટે બાકી રહેલ લાભાર્થીઓ માટે ખાસ રસીકરણ સેસન ચાલુ રહેશે. જે વ્યકિતઓએ કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ર૮ દિવસ પૂરા થઇ ગયેલ હોય તેમજ કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૮૪ દિવસ પૂરા થઇ ગયેલ હોય તેમના માટે બીજા ડોઝ માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે. ક્લેક્ટરશ્રી પ્રવિણા ડી.કે ના જાહેરનામાં અનુસાર જે વ્યાપારી કે ધંધાર્થી વર્ગ માટે કોવીડ રસીકરણ કરાવવું જરૂરી હોઈ માત્ર આ ખાસ વર્ગ પુરતું  તેઓશ્રી દ્વારા  જરૂરી આધારો રજુ કર્યે પ્રથમ ડોઝ આપવામાં આવશે .

આ બંને વેકસીનેશન માટે ના રસીકરણ સ્‍થળો અલગ અલગ રહેશે. દરેક સ્‍થળ પર રસીની ઉપલબ્‍ધતા મુજબ કામગીરી કરવામાં આવશે. આ અંગે સ્‍થળ ઉપર વહેલા તે પહેલાના ધોરણે ટોકન મેળવી લેવાના રહેશે . બીજા ડોઝ માટે લાયક તમામ લાભાર્થી તેમજ વેક્સીન થી વંચિત રહી ગયેલ ધંધાર્થી વર્ગ ને પોતાની નજીક ની રસીકરણ સાઈટ ની મુલાકાત લેવા તેમજ આ રવિવાર ની ખાસ ઝુંબેશ નો લાભ લેવા અને કોવીડ ૧૯ ને સમાજમાંથી જાકારો આપવા પોતાનું સંપૂર્ણ રસીકરણ કરાવવા વિનંતી કરવામાં આવે છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનક માઢક દ્વારા જણાવાયું છે.