કચ્છ-જામનગર-તાલાલમાં ભુંકપના હળવા આંચકા : નવી ફોલ્ટ લાઈન સક્રીય થઈ

અમદાવાદ :  કચ્‍છ-સૌરાષ્‍ટ્રમાં ઘણા લાંબા સમય બાદ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે.
ગાંધીનગર સ્‍થિત સિસ્‍મોગ્રાફી સેન્‍ટરના અહેવાલ મુજબ કાલે મંગળવારે સાંજે ૫ઃ૧૬ વાગ્‍યે બોટાદ નજીક ૨.૦ ની તિવ્રતા ધરાવતો ભૂકંપ અનુભવાયો હતો. જેનુ કેન્‍દ્ર બિન્‍દુ બોટાદથી ૩૧ કિ.મી. દૂર નોર્થ-ઈસ્‍ટ દિશામાં નોંધાયુ હતું. જ્‍યારે કાલે સાંજે ૬.૦૮ વાગ્‍યે જામનગરથી ૨૬ કિ.મી. દૂર સાઉથ ઈસ્‍ટ દિશામાં ૨.૮ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્‍યારે રાત્રીના ગીર સોમનાથ જીલ્લાના તાલાલા નજીક ભૂકંપના ૨ આંચકા અનુભવાયા હતા. જેમા રાત્રીના ૮.૨૯ વાગ્‍યે ૧.૩ અને રાત્રીના ૧૦.૦૨ વાગ્‍યે ૧.૨ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્‍યારે આજે કચ્‍છમાં વહેલી સવારે ૪.૦૯ વાગ્‍યે ૧.૭ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જ્‍યારે આજે સવારે ૬.૩૬ વાગ્‍યે કચ્‍છના ભચાઉમાં ૩.૩ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.લાંબા સમય બાદ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા અને તેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. નવી ફોલ્‍ટ લાઈન સક્રિય થઈ હોવાની ભારે ચર્ચા જાગી છે.