કચ્છ-ગુજરાતના ભુકંપ વખતે કોંગ્રેસ કયા હતી? : યોગી

વલસાડના પારડીમાં યુપીના સીએમ યોગીજીએ સભા ગજવી : કોંગ્રેસ પર કર્યા વાર : રાહુલ-ઈન્દીરાજી-રાહુલ, મનમોહન પર કર્યા અંગુલીનિર્દેશ : મોદીના નેતૃત્વને ગણાવ્યા આદર્શ : કોંગ્રેસ મુકત ગુજરાત માટે કર્યુ આહવાન

 

ભુજમાં ભુકંપ બાદના બેનમુન વિકાસની કરી ભરપેટ પ્રસંસા : ભુજ સુધી આજે નર્મદાજળને સરદાર સરોવર ડેમમારફતે પહોંચાડવા માટે ગુજરાતના સપુત નરેન્દ્રભાઈ મોદીની જહેમતને આભારી છે : યુપીમાં ગુજરાત મોડેલને બનાવીશું અમલી : યોગી આદીત્યનાથની પ્રતિબદ્ધતા

 

પારડી : આજ રોજ ભાજપના કેન્દ્રીય મોભીઓ અને યુપીના સીએમ યોગીજીએ વલસાડના પારડીમાં સભાનું સંબોધન કર્યુ હતુ અને ભાજપની આગેવાનીમાં કેન્દ્રમાં અને ગુજરાતમાં થતી વિકાસયાત્રાને અભિનંદનને પાત્ર ગણાવી હતી અને કોંગ્રેસ પર ચાબખા વરસાવ્યા હતા. તેઓએ કહ્યુ કે કોંગ્રેસ માત્ર તકવાદી રાજનીતીના ખેલ કરે છે. ભુજમાં જયારે ર૦૦૧માં ભુકંપ આવ્યો, કચ્છ-ગુજરાત પર આફત આવી પડી હતી ત્યારે કોંગ્રેસ કયા હતી? આવા સવાલો પણ યોગીજીએ કર્યા હતા. યોગીજીએ કહ્યુ કે ભુકંપ બાદનો આજનો ભુજ-કચ્છનો ભુકંપ જાઈ લ્યો..જે રીતે બેનમુન વિકાસ થવા પામ્યો છે તે ગુજરાત અને ભારતને માટે પણ આદૃશ બની રહે તેમ છે. યોગીજીએ આજ રોજ અહી સરદારજીની એક ભારતની નેમને બિરદાવી હતી અને ગુજરાત તથા ભારતમાં નરેન્દ્રભાઈ મોદીની વિકાસ જહેમતની નોધ લીધી હતી.