ATSની ટીમ DYSP રોજીયાની સતર્કતા સરાહનીય

જખૌ દરિયાઇ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટમાંથી ૧૫૦ કરોડની કિંમતનું ૩૦ કીલ્લો ડ્રગ્સ ઝડપાયું : પાકિસ્તાની બોટ સાથે આઠ પાકિસ્તાની ઝડપાયા

કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ-દેવભુમી દ્વારકા એસઓજીનું સંયુક્ત ઓપરેશન : બપોર સુધીમાં એજન્સી દ્વારા સત્તાવાર માહિતીઓનો કરી શકાય છે ખુલાસો

કચ્છના તત્કાલીન એસપીશ્રી જીએસ મલ્લીક તથા તત્કાલીન પીઆઈશ્રી અગ્રાવત દ્વારા જખૌમાં મધદરિયે કરાંચીથી કચ્છ ૨૪ લાખના જાલનોટ કાંડનો કર્યો હતો પર્દાફાશ તેજ રીતે આ પ્રકરણમાં પણ ડ્રાગ્સ સાથે ૮ પાકિસ્તની પકડી પડાયા છે ત્યારે તપાસનીશો જાલીનોટ વાળા પ્રકરણ જેવી ઘનીષ્ઠ તપાસ કરે તો થઈ શકે મસ મોટા ખુલાસા – ઉપરાંત નશાના કારોબારના મૂળીયા ઉખેડી શકાય

ગાંધીધામ : કચ્છ જિલ્લાના જખૌ દરિયાઇ વિસ્તારમાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી જેમાંથી ૮ પાકિસ્તાનીઓ સાથે ૩૦ કિલોગ્રામ ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડયો હતો. અને આઠ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ એટીએસના ડીવાયએસપી રોજીયા તથા દ્વારકા એસ.ઓ.જી ને મળેલી બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને જખૌના દરિયાઇ વિસ્તારમાં સર્ચ દરમિયાનએક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટની તલાશી લેતાં આ બોટમાં સવાર આઠ પાકિસ્તાનીઓને ઝડપી પાડીને તપાસ હાથ ધરતાં બોટમાંથી ૩૦ કિલોગ્રામ ડ્રગ્સ જથ્થો મળી આવતા એટીએસે પાકિસ્તાની બોટ સહિત આઠ પાકિસ્તાની ને ઝડપી પાડીને ડ્રગ્સ નો જથ્થો કબજે કર્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ એટીએસે ઝડપી પાડેલ ૩૦ કિલોગ્રામ ડ્રગ્સ ના જથ્થાની બજાર કિંમત અંદાજે રૂ ૧૫૦ કરોડ થવા જાય છે.

 • નાપાક ડ્રગ્સ હેન્ડલરની કચ્છ કડી કોણ?

જખૌપટ્ટો-માંડવી-ગાંધીધામ કે પછી અન્ય કોઈ સ્થાનિકના સ્ત્રોતે પાકથી દ્વારકા સુધી જથ્થાની ગોઠવી હતી ચેનલ?

લોકલ મદદગારી વિના ડ્રગ્સ કચ્છ વાટે ભારતમાં ઘુસાડવો અસંભવ! : અગાઉ પણ માંડવી સહિતના શખ્સોની ખુલી ચુકી છે સ્થાનિક કડી

ગાંધીધામ : પાકીસ્તાનથી દરિયાઈ વાટે કચ્છના અટ્ટપટ્ટા જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાની પેરવી કરવામાં આવતી હોવાના કારસ્તાનો સમયાંતરે બહાર આવતા જ રહ્યા છે. હાલમાં પણ એટીએસ દ્વારા બાજ નજર રાખી અને સંયુકત રીતે ઓપરેશન પાર પાડયુ છે ત્યારે નાપાક ડ્રગ્સ હેન્ડલરની કચ્છની સ્થાનિક કડી કોણ હતી? તે શોધી પાડવુ ખુબજ જરૂરી બની રહયુ છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ડ્રગ્સ હેરફેરનો કેસ છે ત્યારે કચ્છના સ્થાનિક સોર્સની મદદ વિના તેને પાર પાડવું શકય ન બની શકે. હીકકતમાં ઘરના ઘાતકીઓને શોધીને કડકમાં કડક રાહે સજા થાય તે દીશામાં એજન્સીઓ તપાસ આદરે તે ખુબજ અનિવાર્ય બની રહ્યુ છે.

 • કચ્છમાં એજન્સીઓ ફરી ઉંઘતી જ ઝડપાઈ?
  એટીએસ સપાટો બોલાવી જાય છે, પણ સ્થાનિકની કચ્છમાં ધામા નાખી બેઠેલી દેશભરની એજન્સીઓ અગરબત્તી કરવા જ હોય તેમ કુંભકર્ણી નિૃદ્રામાં જ ઘોરી રહી છે : નેટવર્ક-સોર્સની ઉણપ કે પછી દેશદાઝની ભાવનાની સ્થાનિક એજન્સીઓમાં વર્તાય છે અછત?

કચ્છ પોલીસની એજન્સીને તો જાણે કે, દારૂ-જુગાર-આંકડા-તેલચોરી-ખનીજચોરીના ધંધાઓની માહીતીઓમાં જ રસ હોય તેમ દેશવિરોધી પ્રવૃતીઓ તો સ્થાનિકની પોલીસ સમ ખાવા પુરતી પણ પકડતી હોવાનો નથી દેખાતો વર્તારો..!

ગાંધીધામ : કચ્છના દરિયાઈ વિસ્તાર પર ફરથી નાપાક ડ્રગ્સના આક્કાઓએ ડોળો ફરમાવી દીધો છે અને અહીથી આતંરરાષ્ટ્રીય માર્કેટમા કરોડોના ડ્રગ્સના જથ્થાને એટીએસ તથા અન્ય બહારની એજન્સીઓએ સંયુકત રીતે પાર પાડી દીધી છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, કચ્છ પોલીસ સહિતની અલગ અલગ અનેક એજન્સીઓ અહી ધામા નાખીને બેઠી છે. દેશભરની મહત્વપૂર્ણ કહી શકાય તેવી એજન્સીઓ અહી કાર્યરત હોવાના દાવાઓ કરાય છે તો આવી એજન્સીઓને જખૌ કાંઠેથી આટઆટલા મોટા ડ્રગ્સની હેરફેરના કન્સાઈન્ટમેનટની ગંધ શુદ્ધા કેમ નથી આવતી?

 • ડ્રગ્સ મોકલનાર કોણ..? કયા આપવાનો હતો?
  ગાંધીધામ :ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપાયેલા આઠ પાકિસ્તાનીઓની એટીએસે આ ડ્રગ્સનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને ક્યાં ઉતારી અને કોને પહોંચાડવાનો હતો તે અંગેની વિગતો મેળવવા માટે સઘન પૂછપરછ હાથ ધરે તે ખુબજ જરૂરી બની રહ્યુ છે.
 • લોકલ કેરિયર સહિતના નેટવર્કની જરૂરથી કરીશું કડક તપાસ : શ્રીસૌરભસિંગ
  ગાંધીધામ : સરહદી વિસ્તારના ખરા સકુની એવા પશ્ચીમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભસિંગની સાથે આ બાબતે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, એટીએસનુ ઓપરેશન ગુપ્તતા સાથે જ અંજામ અપાતુ હોય છે. ડ્રગ્સની હેરાફેરી વકરે તે પહેલા જ તેને અટકાવી દેવાયુ છે ત્યારે હવે આગામી તપાસમાં એજન્સી પશ્ચીમ કચ્છ પોલીસને જયા જોડશે તો લોકલ કેરીયરથી લઈ અને આખાય નેટવર્કનો તોડવાની દીશામાં જયા જરૂરી હશે તે તપાસ કડક રાહે આદરવામા આવશે. દરીયાઈ ક્ષેત્રની સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ સજજ જ હોવાનો વિશ્વાસ શ્રી સૌરભસિંગ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો.
 • છ્‌જીની ટીમના જખૌમાં પડાવ :સ્થાનિક પોલીસ-એસઓજી મદદમાં

ગાંધીધામ : જખૌના દરીયાથી ગુજરાત અને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા ઈચ્છુક નાપાક તત્વોની ટોળકીને પકડી પાડવામા આવી છે ત્યારે આજ રોજ સવારે આંતકવાદ વિરોધી દળની ટુકડી જખૌ ખાતે આવી પહોચી છે અને નશા-ડ્રગ્સનો જથ્થો તથા આઠ પાકીસ્તાનીઓ સહિતનાઓને કિનારે લાવવામા આવી ગઈ છે. જખૌની સ્થાનિક પોલીસ તથા એસઓજી સહિતનાઓ પણ જખૌ દોડી ગયા છે અને સ્થાનીક તંત્રની મદદગારીની ભૂમિકામાં હોવાની વાત સામે આવવા પામી રહી છે.