કચ્છ કલેકટર-સાંસદ-રાજયમંત્રી કૈમ મૌન? : લીલાશા કોવિદ કેરના માળખાને તોડવાનો કારસો : દેવદુત સમાન ડો.પાર્થ જાનીની એકાએક બદલી

ગરજ સરી એટલે વૈદ્ય વેરીનો જિલ્લા તંત્ર ન કરે તાલ..?

કચ્છમાં કોરોનાના સ્પેશ્યલ ઓફીસર ઓન ડયુટી તથા આઈએએસ અધિકારી જે પી ગુપ્તા તથા જિલ્લાના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ લીલાશા કોવિદ કુટીયાની સેવાથી થયા હતા અભિભૂત : આખાય કચ્છમાં લીલાશા મોડેલને અપનાવવાની કરી હતી ટહેલ

કોરોનાના કપરા કાળમાં લીલાશા કુટીાય કોવિદ કેર જિલ્લાની સભવિત સૌથી મોટી બીજી અને પૂર્વ કચ્છની એક માત્ર વિશાળ કોવિદ હોસ્પિટલમાં બીજી લહેર દરમ્યાન કેટલાય દર્દીઓને કોરોનાની મહામારીમાંથી ઉગારનાર-સ્વસ્થ કરનાર દેવદુત સમાન ડોકટર પાર્થ જાનીની બદલી કરી દેવાના નિર્ણયમાં જીલ્લા વહવટીતંત્રએ કાચું કાપ્યાનો સમગ્ર પૂર્વ કચ્છ સંકુલમાં ફેલાતો મોટાપાયે કચવાટ

ડો. પાર્થ જાનીનો સમયકાળ રપ/પના પૂર્ણ થયો, અને એકાએક જ તેઓને લીલાશા કોવિદ કેરમાથી બદલીને બાજુના ત્રણથી ચાર કી.મી. આવેલા પીએચસીમાં ફરજ પર મુકી દેવાયા : નોધનીય છે કે ડો.પાર્થ જાની લીલાશામાં ખાધા-પીધા વિના ૧૮-૧૮ કલાક સુધી ખડેપગે બજાવતા હતા સેવા : જવાબદારી પૂર્વક દર્દીઓની ટીમવર્ક-સંકલન સાથે કરતા હતા સારવાર : આજે તેઓના સ્થાને તદન ફ્રેસર એમબીબીએસને લીલાશા કુટીયામાં મુકી દેવાતા તેઓને પણ સારવાર મોટ તો ડો. જાનીને દીવસમાં ૧૦ વખત કરવા પડે છે ફોન? : ન કરે નારાયણ અને હવે કોઈ દર્દીના નેગેટીવ પરીણામો આવશે તો તેનો જવાબ કોણ આપશે? શુ જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે ખુદ પર જવાબદારી લે છે ખરા ? : અણઘણ અથવા તો અહંમના ટકરાવમાં એક તબીબને બદલાવી દેવાથી અહીના કેટલાય દર્દીઓની સારવાર પર થશે ગંભીર અસર ? તેનો વિચાર કયો છે ખરો ?

લીલાશા કોવિદ કેર સેન્ટર લોકભાગીદારીનો બન્યો હતો શ્રેષ્ટ દાખલો : કઈક મહાનુભાવોએ આ કોવિદ કેરના મોડેલને આખાય કચ્છમાં અનુસરવાના આપ્યા હતા અનુભવત નિર્દેશો : શું જિલ્લા વિકાસ અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી, સહિતના વહીવટી પ્રશાસનને લીલાશા હેાસ્પિટલની સારી સેવાઓ થકી વધેલી લોક્પ્રીયતા ખુંચી ગઈ કે કેમ ?

ગાંધીધામ : કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત કચ્છમાં પણ ભારે ઘાતક નીવડી હતી અને સરકારના અનેકવિધ પ્રયાસો છતા પણ લોકોના મોત થવા પામી રહ્યા હતા અને સાધન-સજજતાની પણ મોટી અછત સર્જાતી હતી તે વચ્ચે જ કચ્છમાં પૂર્વ વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારીની ટુકડીએ જીલ્લાના માર્ગદર્શનની સાથે ગાંધીધામ-કંડલા સંકુલની સેવાભાવી સસ્થાઓ, આગેવાનો, અગ્રણી દાતાઓના સહયોગથી અહી લીલાશા કોવિદ કેર સેન્ટરની સ્થાપના કરી હતી. લીલાશા કુટીયા સેવા આશ્રમ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓના સહયોગથી તથા ભારતિય વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ સહિતની સ્થાનિકની અગ્રણી સંસ્થાઓ, દાતાઓ, વેપારીઓ સૌના સહિયારા ટીમ વર્કથી લીલાશા કોવિદ કેર સેન્ટર અહીના દર્દી નારાયણોને માટે સંજીવનીરૂપ સાબિત થવા પામી ગયુ. આ કોવિદ કેર સેન્ટર કંડલા કોમ્પલેક્ષ ઉપરાંત પૂર્વ કચ્છના દર્દીઓને માટે મોટુ આશ્રયસ્થાન બન્યુ હતુ. અહી મોટા ભાગનુ સંસ્થાઓએ અને સહયોગીની મદદથી સાધન સજજતાઓ વિકસાવી લેવામા આવી હતી. પથારીઓ, ઓકિસજન લાઈન, ઓકિસજન સિલિન્ડર, રીફીલીગના ટેકનીશીયલ, રીફીલીગ સહિતનો ખર્ચો, બધુ જ સામાજિક આગેવાનોએ દાતાઓના સહયોગથી ખુદ આત્મનિર્ભરતાના સુત્રને સાર્થક કરી દેખાડયુ હતુ અને સરકાર તરફથી વધુમાવધુ તબીબોની ફાળવણી થાય તેટલી જ વિશેષ માંગ કરી હતી. જે-તે વખતે સરકાર દ્વારા અહી ડો. પાર્થ જાનીની સાથે જરૂરી ટીમને ફાળવી આપી હતી અને તે ટીમે દિવસ-રાત જાેયા વીના યુદ્ધના ધોરણે ખુદના ખાવા પીવાની પણ ચિંતા કર્યા વીના ૧૮-૧૮ કલાક સેવાઓ કરી કોરોના જેવી કપરી બીમારીમાથી કઈક દર્દીઓને સારા કરી દીધા હોવાના કઈક દાખલાઓ પણ મોજુદ છે. તેવામાં હવે કોરોના કેસો ઘટવા માંડયા હોય તેમ માની લઈ અને જાણે કે લીલાશા કોવિદ કેરના માળખાની લોકભાગીદારી સાથે ચાલતી સેવાને તોડી પાડવામાં આવતો હોય અથવા તો આવા સુચારૂ આરોગ્ય વ્યવસ્થાને મનોબળને માંગી નાખવી હોય તેવી રીતે અહીથી પાછલા લાંબા સમયથી સેવારત રહેલા ડો. પાર્થ જાનીની એકાએક જ બદલી કરી નાખવાનો ઉતાવળીયો કે પછી કાચા કપાયેલો નિર્ણય લેવામાં આવી ગયો હોવાની વાત સામે આવવા પામી રહી છે. ડો. પાર્થ જાનીની બદલી કરી દેવાના નિર્ણયની તર્કસંગતતા કોઈને પણ ગળે ઉતરતી નથી? શા માટે આવુ કરવામાં આવ્યુ છે? ડો. પાર્થ જાની રપ/પ સુધી લીલાશા કોવિદ કેરમાં સેવાનો ઓર્ડર કરાયો હતો જે એકાએક જ બદલીને આ જ લીલાશા કોવિદ કેરથી ત્રણથી પાંચ કીમીના મેઘપર બોરીચી પીએસીમાં મુકી દેવામા આવ્યા છે? આમ કરવાનુ કારણ સમજાતુ નથી? જેઓની સેવા અહી આર્શીવાદરૂપ હતી, કઈક દર્દીઓ તેમના ઓબ્જેવેશન આજે પણ રહેલા છે, સારા થયા છે, તેઓ જાણે કે નેાધારા જઈ થઈ જાય તેવો તાલ કરી દેવામા આવ્યો છે. અહી ડો. જાનીની જગ્યાએ છ જેટલા એમબીબીએસને મુકી દેવામાં આવ્યા છે જેઓ તદન ફ્રેસર છે અને હવે અવસ્થા એવી થઈ છે કે, આ ફ્રેસર તબીબો પણ મોટાભાગે ડો. જાનીને જ દીવસમાં પાંચ વખત ફોન કરી અને ટ્રીટમેન્ટનુ માર્ગદર્શન મેળવી રહ્યા છે. આ ઉપરાંત ડો. જાનીના ગયાના હજુ તો ગણતરીના જ દીવસો થયા છે કે, લીલાશામાંથી દર્દીઓને રીફર કરવાનો આંક પણ વધી જવા પામ્યો છે.

તાજેતરમં જ એક દર્દી ૩૪ દીવસ બાદ ડીસ્ચાર્જ થયા તેઓ પણ ડો. પાર્થ જાનીની સેવાથી સ્વસ્થ થયા હોવાનુ સત્તાવાર નિવેદન આપી રહ્યા છે. આ ઉપરાંત ડો.જાની જવાબદારી પૂર્વક અહી ફરજ બજાવતા હતા. ફ્રેશર પર જવાબદારી મુકી કેવી રીતે શકાશે? આવા અનેક સવાલો ઉભા થવા પામી રહ્યા છે. આ ઉપરાત મેઘપર બોરીચીમા ંલીલાશા કોવિદ કેરથી ઉપરાંત વધીને એવી તો કઈ મોટી આફત આવી પડી હતી કે, તેમને તાબડતોડ બદલી દેવામા આવ્યા? હકીકતમાં આ બાબતે અંજાર પ્રાંત અધિકાર,જિલ્લા વિકાસ અધિકારી, સીડીએચઓશ્રી સહીતનાઓને ગાંધીધામ -કંડલા કોમ્પલેક્ષમાથી કઈકે રજુઆતો કરી છતા પણ ડો. પાર્થ જાનીને લીલાશા કુટીયામાં પુનઃ સેવારત કરવામાં ન આવતા કયાંક ને કયાંક હવે અહંમનો ટકરાવ ઉભો થતો જાેવાઈ રહ્યો છે અથવા તો લીલાશા કુટીયા કોવીદ કેરની સારામાં સારી સેવા કોઈથી જાેવાઈ શકાઈ નથી અને હવે આ આખાય માળખાને વિખેરી નાખવાની છાની રમત રમાઈ હોવાની શંકા જાણકારો સેવી રહ્યા છે.

આ બાબતે કચ્છ કલેટકર, કચ્છના સાંસદ અને રાજયમંત્રી ખુદ રસ લે અને જરૂરી ઘટતું કરાવે તે જ સમયની માંગ બની રહી છે. જાે કે, આ બાબતે હકીકતો જાણવા માટે અંજારના એસડીએમશ્રી જાેષી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી માઢક તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વર્માને ફોન કરતા તેઓ તમામ મીટીંગમાં રાકાયેલા હોવાની જ પ્રતિક્રીયાઓ સંદેશા મારફતે આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીની અવળચંડાઈ,  અહંમનો ટકરાવ કે, રાજકીય ચંચૂપાત ?

ગાંધીધામઃ લીલાશા કુટીયા કોવિદ કેર સેન્ટરમા ડો. સુતરીયાના મોનીટરીંગ હેઠળ ડો. પાર્થ જાનીની ટીમ ખુબજ યશસ્વી સેવા બજાવી રહી હતી. તેઓનો ઓર્ડર સમયકાળ પૂર્ણ થતા અન્યત્ર કરી દેવાયો તેના બદલે હજુ જયારે ત્રીજી  લહેરનુ સંકટ તોળાઈ જ રહ્યુ છે ત્યારે હજુય એકાદ માસ માટે અહી જ તેઓને યથાવત રાખવાનો વિવેકપૂર્ણ નિર્ણયની સતત માગ કરવામા આવી રહી હોવા છતા તેનીસ નજરઅંદાજી કરી અને ધોરીધરાર તેઓને બદલી નાખવામં આવ્યા તેની પાછળ જિલ્લા વિકાસ અધિકારીની અવચંડાઈ, અનુભવનો અભાવ, એકતરફી નિર્ણય લેવાની નીતી કે પછી અભિમાન-અહંમનો ટકરાવ જ કારણભુત છે? તે બાબતે પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. કે પછી કોઈ રાજકીય ચંચુપાત આ નિર્ણયમાં કામ કમરી ગઈ છે? લીલાશા કુટીયા કોવિદ કેરની સફળતા કયા રાજકારણીને આંખમાં કણાની માફક ખુંચી ગઈ છે? શુ તેઓએ તો ડબલ ગેમ રમીને આ પ્રકારની બદલીઓ નથી કરાવી દીધીને? તેવા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે.

ગાંધીધામ ધારાસભ્ય કેમ આ બાબતે ચૂપ?

રજુઆત કેમ ન કરી ? કરી હોય તો કેમ કંઈ ઉપજયું નહીં? નવી પોસ્ટથી ઉભી કરવાની નથી, જે સેવા બજાવતા હતા તેમને જ એકસટેન્શન આપવાની વાત હતી? તે પણ ગાંધીધામ સહિત પૂર્વ કચ્છના હિત માટે ન કરાવી શકયા? જાણકારોના મોટા અંગુલીનિર્દેશ

ગાંધીધામ : ગાંધીધામ-કંડલા કોમ્ક્ષલની પ્રજાને કોરોનાની બીજી લહેરમાં સંજીવનીરૂપ પુરવાર થયેલી અને લોકભાગીદારી સાથે  સંચાલિત આ હોસ્પિટલમાં પાયાની આવશ્કયતા સમાન ડો. પાર્થ જાનીની બદલી કરી દેવામા આવી અને તેઓને અહી હજુય કાયમ રાખવામા આવે તેવી માંગ અનેક પ્લેટફોર્મ પર સંસ્થાઓ દ્વારા કરાઈ છે અને ગાંધીધામના ધારાસભ્યને પણ કરવામાં આવી છે ત્યારે સવાલો થઈ રહ્યા છે કે ગાંધીધામના ધારાસભ્ય કેમ આ બાબતે ચૂપ છે? તેઓ કેમ ધારદાર અસરકારક રજુઆત ડો. પાર્થ જાનીની લીલાશા કુટીયામાં સેવા ચાલુ રાખવા ન કરી શકયા? કહી હોય તો કેમ તેમનુ કઈ જ ઉપજયુ નહી? કોઈ નવી પોસ્ટ તો અહી ઉભી કરવાની હતી નહી? આવા સવાલો પણ ધારાસભ્ય સામે સંકુલના અંતરંગ વર્તુળોમાથી ઉઠવા પામી રહ્યા છે. આ અંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનો ટેલીફોનિક સંપર્ક તેઓના ફોનની ઘંટડીઓ રણકતી જ રહી હોવાથી વિફળ નિવડયો હતો.

લીલાશાના ટ્રસ્ટીઓ-સંસ્થાઓના મોભીઓથી માંડી આખાય સંકુલે ડો.જાની માટે ઠેર ઠેર કરી છે રજુઆતો છતા દાદ નહીં ?

ગાંધીધામ : લીલાશા કુટીયા આશ્રમ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓના સહયોગથી સંચાલિત તથા ભારતીય વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ અને અન્ય સંસ્થાઓના સહયોગથી ધમધમતી કોવિદ હોસ્પિટલ-કેર સેન્ટરમ ડો. પાર્થ જાનીની સેવાઓ ચાલુ રાખવા માટે આ સ્સ્થાઓના ભોમીઓ, અગ્રણીઓ, વેપારીઓ, સૌ કોઈએ કચ્છ જિલ્લાના પ્રસાસન, રાજકીય અગોવાનો, રાજય સરકાર સહીતનાઓ સુધી વિવિધ માધ્યમોથી રજુઆત કરી દેખાડી છે પરંતુ તેને દાદ જ મળવા પામી ન હોવાની સ્થિતી સર્જાવવા પામી છે. આવુ કેમ થયુ છે? જિલ્લાનુ પ્રશાસન આ બાબતે કેમ એકતરફી વલણ અખ્ત્યાર કરી રહ્યુ છે?