કચ્છ કડીવાળા દિલ્હીના ડ્રગ્સકાંડમાં નવો ખુલાસો

કંડલા-મુંદરામાં સક્રીય હોંગકોંગની બે કન્ટેઈનર લાઈનના સુત્રધારોને મુંબઈથી એટીએસ દ્વારા ઉઠાવાયા : વધુ સાત કરોડનો ડ્રગ્સનો જથ્થો બરામદ થયાની ચકચારઃ ટુંક જ સમયમાં કચ્છમાથી પણ નવાજુની થવાની વકી : દેશવિરોધી કૃત્યોમાં રટ્ટ તત્વોમાં ફફડાટ

ગાંધીધામ : દેશની રાજધાની દિલ્હીમાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થોડા સમય પહેલા જ નાપાક આઈએસઆઈના દોરીસંચારથી પાકીસ્તાન, અફઘાનથી નેપાળ થઈને દિલ્હી સુધી પહોંચેલા ગંભીર પ્રકારના કરોડોના હેરોઈન પ્રકરણ કે જે કચ્છ સલગ્ન સીધી કે પરોક્ષ રીતે સંકળાયેલ છે તેમાં વધુ કેટલાક નવા ખુલાસાઓ થવા પામી રહ્યા હોવાની ચકચાર તેજ બની જવા પામી ગઈ છે. જે તે વખ્તે આ સમગ્ર પ્રકરણમાં ૧રપ કરોડના હેરોઈનમાં એક મહીલા સાથે ચાર શખ્સોની ધરપકડ કરાઈ હતી. જે પછી કચ્છ કડી સલગ્ન ચકચાર સામે આવી હતી ત્યારે આ હેરોઈનનો જથ્થો વાયા કચ્છના બંદરો થઈ ગેરકાદયે એકસપોર્ટ થવાનો હતો જેમાં કંડલા-મુંદરામાં કાર્યરત હોંગકોંગ બેજ શીપીંગ કન્ટેઈનર લાઈન મારફતે ડ્રગ્સ-દવા મારફતે રવાના કરવાના હતા તેમાં જે બે કન્ટેઈનર લાઈનના નામ ખુલ્યા હતા તેના બે સુત્રધારોને મુંબઈથી ઉઠાવાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. એટલુ માત્ર જ નહી પરંતુ એમ પણ કહેવાય છે કે, આ શખ્સો પાસેથી વધુ સાત કરોડના હેરોઈનનો તગડો જથ્થો પણ બરામદ થવા પામી ગયો છે ત્યારે હવે જોવાનુ રહ્યુ કે આવનારા દિવસોમાં કચ્છ કડી સબંધીત કોઈ ખુલાસાઓ સુધી એજન્સી પહોંચે છે કે કેમ? જો કે, બીજીતરફ કચ્છના કન્ટેઈનર લાઈન સલગ્ન દાણચોર તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામી રહ્યા છે.