કચ્છ એક્સપ્રેસમાં એકસ્ટ્રા સ્લીપર કોચ જોડવામાં આવશે

મુંબઈ : કચ્છ એક્સપ્રેસમો એકસ્ટ્રા સ્લીપર કોચ જોડવામાં આવશે. કચ્છ એક્સપ્રેસને સયાજીનગરી એક્સપ્રેસમાં એલએચબી કોચ લાગતા સ્લીપર કોચ એસ-૧૧ રદ્દ કરવામાં આવી હતી. ચાતુર્માસ પ્રવેશ તથા વિવિધ પ્રસંગોના કારણે મુંબઈ કચ્છનું આવાગમન સારા પ્રમાણમાં છે. ખાસ કરીને કચ્છ એક્સપ્રેસમાં સ્લીપર કલાસમાં વેઈટીંગ લીસ્ટ સારા પ્રમાણમાં હોય છે. ત્યારે કચ્છ પ્રવાસી સંઘ દ્વારા સીપીટીએમ ઉદયશંકર ઝાને આ બાબતે રજૂઆત કરતા સ્લીપર કલાસમાં એસઈ-૧ ટુંક સમયમાં જોડવામાં આવશે તેવું સંઘના નિલેશ શાહની યાદીમાં જણાવ્યું હતું.