કચ્છ આવતી નર્મદા લાઈનમાં ભંગાણ : લાખો લિટર પાણી વેડફાયું

માળીયા રોડ પર ખાખરેચીના પાટીયા પાસે નર્મદાની લાઇનનો વાલ્વ અજાણ્યા શખ્સોએ તોડી પાડ્યો : કચ્છ – જામનગર તરફ જતી લાઇનમાં ભંગાણથી પીવાના પાણીની વર્તાશે ખેંચ

 

ગાધીધામ : માળીયા હળવદ હાઈવે પર ખાખરેચીના પાટીયા નજીક નર્મદાની મુખ્ય પાઈપલાઈનના વાલ્વમાંથી લાખો લીટર પાણી વેડફાયુ હતું. આસપાસના ગ્રામજનો કે માલધારીઓએ એરવાલ્વમાં પાણી ભરવા માટે પ્રયાસ કરતાં વાલ્વ તુટી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ પણ તંત્ર ઘોરનિંદ્રામાં જોવા મળતાં સ્થાનીકો રોષે ફેલાયો હતો.
કચ્છ તરફ આવતી પાઈપલાઈનનો વાલ્વ તુટી જતાં પાણીનો ધોધ વહી નિકળ્યો હતો. લાઈનમાં ભંગાણ પડતા આખા ખેતરમાં વગર વરસાદે પાણી પાણી થઈ ગયુ હતું. માળીયા હળવદ હાઈવે પર ખાખરેચીના પાટીયા નજીક કચ્છ તરફ આવતી નર્મદાની મુખ્યલાઈનમાં વાલ્વ ચેમ્બર તોડીને ભંગાણ કરતા એર વાલ્વમાંથી અવિરત પાણીના ધોધ વહેતા લાખો લીટર પાણી ખેતરમાં વેડફાઈ ગયુ હતું.
આ અંગે નર્મદા નિગમના મુખ્ય ઈજનેર સી.બી. ઝાલાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું. માળિયા પમ્પિંગ સ્ટેશનથી પણ ધાંગધ્રા તરફ લાઈનમાં ભંગાણ પડ્યું હોવાના કારણે કચ્છમાં કોઈ ખાસ વર્તાશે નહીં કેમ કે, માળિયાના પમ્પિંગ સ્ટેશનથી જાનગર અને કચ્છ તરફની બે લાઈનો નિકળે છે તેથી માળિયા ખાતેથી આપણને જેટલું પાણી મળશે તેટલું જ પાણી મળશે. જો કે, આગળથી જ લાઈનમાંથી પાણી લીકેજ થવાના કારણે પાણીનો થોડો ઘણો કાપ તો મુકાશે તેવું જાણકારો માની રહ્યા છે.