કચ્છ આરોગ્ય સુવિધામાં નજરાણુ:૧૦ નવી એમ્બ્યુલન્સનું રાજ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

કોરોનાની મહામારીમાં આરોગ્ય સુવિધામાં અન્ય સુવિધાઓની જેમ ૧૦૮ની પણ અછત વર્તાઈ રહી હતી. જે અન્વયે રાજ્ય સરકારે ૧૫૦ નવી ૧૦૮ની સોગાત આપી છે. કચ્છ માટે મહત્વની વાત એ છે કે, આપણને ૧૫૦ માંથી ૧૦  એમ્બ્યુલન્સ (૧૦૮)ફાળવવામાં આવી છે જેનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન મંત્રીશ્રી વાસણભાઇ આહિરે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કચ્છની મુલાકાતે આવ્યા ત્યારે ૧૦૮ની સંખ્યામાં વધારો કરવા રાજય મંત્રીશ્રી સણભાઈ આહિર,સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે કચ્છને ૧૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ સુવિધાથી કચ્છનું આરોગ્ય આરોગ્ય તંત્ર વધુ મજબૂત બન્યું છે. લોકોની આરોગ્ય સુખાકારી માં વધારો થશે તેમજ લોકોને જે ૧૦૮ ની અછતના કારણે હાલાકી ભોગવવી પડતી હતી તે હાલાકીનો અંત આવશે. આ લોકાર્પણમાં ડીડીઓ શ્રી ભવ્ય વર્મા,કચ્છ મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો.માઢક, સચિવશ્રી ગુપ્તા સાહેબ,સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા,ભુજ ધારાસભ્યશ્રી નીમાબેન આચાર્ય,કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ,કચ્છ ભાજપ મહામંત્રી શ્રી અનિરૂધ્ધભાઈ દવે તેમજ અબડાસા ધારાસભ્યશ્રી દ્યુમનસિંહ જાડેજા અને ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા.