કચ્છી મહિલાના મૃત્યુ પ્રકરણમાંઅમદાવાદ સિવિલ હોસ્પિટલના ત્રણ તબીબોની ધરપકડ

ભુજ : એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં ગણના પાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ત્રણ તબીબોનો શાહીબાદ પોલીસે ધરપકડ કરી છે. કચ્છની મહિલાના થયેલ મૃત્યુના પ્રકરણમાં નોંધાયેલ ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે.રાપર તાલુકાના ભંગેરા ગામના કમાભાઈ ચાવડાના પત્ની જીવીબેનનું વર્ષ ર૦૧રમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન તબીબોએ ગંભીર લાપરવાહી દાખવી મહિલાના પેટમાં કાતર છોડી દીધી હતી. જેની જાણ પાંચ વર્ષ બાદ થતા એપ્રિલ-ર૦૧૭માં ફરી તેમનું ઓપરેશન કરી કાતર પેટમાંથી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ તે બાદ સપ્ટેમ્બર ર૦૧૭માં જીવીબેનનું મૃત્યુ થયું હતું. આ ગંભીર બેદરકારી બદલ ગત સપ્તાહે કમાભાઈ ચાવડાએ શાહીબાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે હાર્દિક ભટ્ટ, સલીલ પાટીલ અને પ્રેરક પટેલની ધરપકડ કરવામાં આવી હતી.