કચ્છી મંત્રી વાસણભાઈ આહિરે સરદાર પટેલની પ્રતિમાનું નિરીક્ષણ કર્યું

સમગ્ર કચ્છીઓ માટે ગૌરવની બાબત ગણાય : તજજ્ઞો સાથે પ્રતિમાની ડીઝાઈન તેમજ અન્ય કામો યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા સુચનો આપ્યા

 

અંજાર : વડોદરાના કેવડીયા ગામ પાસે આવેલા નર્મદા ડેમ આવેલી છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કામ કાજ ચાલી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ ૩૧મી ઓક્ટોબર – ર૦૧૮ના રોજ માનનીય દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કર કમળોના હસ્તે થવાનું છે. જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મંત્રી વાસણભાઈ આહિરને જવાબદારી સોંપામાં આવી કે જે પ્રતિમાનું કામ ચાલે છે તેની સીધી દેખરેખ કે જોવા માટે રાજ્યમંત્રી વાસણભાઈ અમદાવાદથી હેલીકોપ્ટરથી કેવડીયા કોલોની સુધી ગયા હતા. જ્યાં તેમને સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કામ યુધ્ધના ધોરણે ચાલે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સ્ટેચ્યુ બનાવતા તજજ્ઞોની ટીમ દિલ્હી તથા મુંબઈથી આવેલી હતી તેમની સાથે રાજ્યનાં મંત્રી વાસણભાઈ આહિરે તથા નર્મદા નિગમના ચીફ એન્જિનિયર નાદપરા ચાલી રહેલા કામ બાબતે અને બાકી રહેલા કામોના કેવી ડીઝાઈન બનાવવામાં આવે તે બાબતે સુચનાઓ આપી હતી તેમજ નર્મદાબંધનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મંત્રી વાસણભાઈ આહિરને જવાબદારી સોંપેલ હોવાથી સમગ્ર કચ્છીઓ માટે ગૌરવની બાબત ગણાય છે.તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવેલ છે.