કચ્છી મંત્રી વાસણભાઈના જન્મદિવસની અનોખી ઉજવણી

ગાંધીધામ ખાતે આર્ય સમા સંચાલિત જીવન પ્રભાતના વિદ્યાર્થીઓ સાથે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર વર્ષ જુની પરંપરા મુજબ ઉજવણી કરી : સાદગી પૂર્ણ રીતે મનાવાયો જન્મદીન : ર૬ ઓક્સીજન સિલિન્ડરનું કરાયું લોકાર્પણ

ગાંધીધામ : ગુજરાત સરકારના મંત્રી વાસણભાઈ આહિર પોતાના ૬૪ મા જન્મદિવસ પ્રસંગે છેલ્લા ર૧ વર્ષની પરંપરા મુજબ ગાંધીધામ સ્થિત આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત કેન્દ્રની આ વર્ષે પણ મુલાકાત લીધી અને રપ જેટલા બાળકોની વચ્ચે રહી પોતાના જન્મદિવસની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી. જીવન પ્રભાત કેન્દ્રની મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા વાસણભાઈ આહીરનું કુમકુમ તિલક અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરી શુભેચ્છા આપવામાં આવી. ત્યારબાદ દિપ પ્રાગટય કરવામાં આવ્યું અને વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આર્ય સમાજ દ્વારા ર૬ ઓક્સિજન સિલિન્ડરનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ શુભેચ્છકો દ્વારા વાસણભાઈ આહીરને જન્મદિવસની શુભકામના આપવામાં આવી. આહીરે જીવન પ્રભાતના ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું કે, તેઓ આઈ.એ.એસ. અથવા આઈ.પી.એસ. અધિકારી થઈ સંસ્થાનું અને કચ્છનું ગૌરવ વધારે અને આ સંસ્થા ઉપરોક્ત પ્રગતિ તેવી શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચે. પુનિત દુધરેચિયા, શાસકપક્ષના નેતા વિજયસિંહ જાડેજા, મામલતદાર હિરવાણીયા, કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ ત્રિકમભાઈ આહિર, અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેની શાહ, મહામંત્રી દિગંત ધોળકીયા, ગોપાલ માતા, મહાદેવ માતા, ગાંધીધામ શહેર અગ્રણી મધુકાન્ત શાહ, મોમાયાભા ગઢવી, રમેશ ધનવાણી, હરેશ મુલચંદાની, ખેંગાર વિરડા, મનીષાબેન પટેલ, દિપીકાબેન નાયક, તા.પં. પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ આહિર, શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, મહામંત્રી મહેન્દ્ર જુનેજા, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી વિવિધ સમાજના આગેવાનો અને આર્ય સમાજના વાચોનિધિ આર્ય, ગુરૂદત્ત શર્મા, મોહનભાઈ જાંગીડ, દિપકભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેવું વિજય પટેલની યાદીમાં જણાવાયું છે.