મૂળ કચ્છી ધીરજભાઈ પટેલે પ્રમુદ પદનો વિવિધત સંભાળ્યો ચાર્જ

ભૂજ : મૂળ કચ્છના માનકુવા ગામના અને કચ્છ કડવા પાટીદાર સમાજના ધીરજભાઈ પટેલની સાંબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ જિલ્લા પંચાયત પ્રમુખની સીટ સામાન્ય બેઠક હતી. જેમાં ચાર દાવેદારો પૈકી વિજયનગર તાલુકાના પરોસડા બેઠક પરથી મોટા માર્જિન સાથે જીતેલા અને રપ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા સંઘના કાર્યકર અને વિજયનગર તાલુકા સંગઠનના પ્રમુખ અને મહામંત્રી તરીકે કામ કરવાનો અનુભવ ધરાવનાર ધીરજભાઈ પટેલને સાંબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદનું સુકાન સોંપવામાં આવ્યું છે. શ્રી પટેલે વિધિવત રીતે પ્રમુખપદનો ચાર્જ સંભાળ્યો હતો.