કચ્છમાં ૪૪૮૦ લોકોએ “ I am POSHAN WARRIOR” “હું છું પોષણ વોરીયર” ની પ્રતિજ્ઞા લીધી.

કચ્છ જિલ્લામાં  ૪૪૮૦ લોકોએ  “ I am POSHAN WARRIOR” “હું છું  પોષણ વોરીયર” ની પ્રતિજ્ઞા લીધી. વડાપ્રધાનશ્રી દ્વારા તા. ૮મી માર્ચ ૨૦૧૮ના રોજ પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવેલ છે જે ધ્યાને લઈ કચ્છ જિલ્લાના આઇસીડીએસ શાખામાં વર્ષ  ૨૦૧૮થી દર વર્ષે સપ્ટેમ્બર માસને  “ રાષ્ટ્રીય પોષણ માહ “ તરીકે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત સપ્ટેબર-૨૦૨૧ ના પોષણ માસની  શરૂઆતમાં માં  આઇસીડીએસ કચ્છ  જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ અધિકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ  ઈરાબેન ચૌહાણ તથા  કચ્છ જિલ્લા ના તમામ ઘટક ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, વર્કર/ હેલ્પર બહેનો , લાભાર્થીઓ અને શાખા ના તમામ કર્મચારીઓ એમ કુલ ૪૪૮૦ લોકો  એ  “ I am POSHAN WARRIOR” “હું છું  પોષણ વોરીયર”ની પ્રતિજ્ઞા લીધી.  વધુમાં આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા તમામ કર્મચારીને શપથ મુજબ જિલ્લાના  બાળકો, કિશોરીઓ, અને મહિલાઓને કુપોષણ મુક્ત , સ્વસ્થ અને સશક્ત બનાવવા તેમજ પોષણ માસ દરમ્યાન દરેક ઘર સુધી પોષણ નો સંદેશ પહોંચાડવા , પોષણ અભિયાનને એક દેશવ્યાપી જન આંદોલન બનાવવા માર્ગદર્શન આપેલ હતું. આ જનઆંદોલન થી  ભારતીય ભાઈ –બહેન અને બધા બાળકો સ્વસ્થ થશે અને પૂરી ક્ષમતા પ્રાપ્ત કરશે. એવા શપથ સૌએ લીધા એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર(સંબાવિયો) જિલ્લા પંચાયત કચ્છ-ભુજ  દ્વારા જણાવાયું છે.