કચ્છમાં હજુ સુધી માત્ર ૯૧ હજાર લોકો જ બે ડોઝની રસી લઈ બન્યા સુરક્ષીત

કચ્છની રપ લાખની અંદાજીત વસતી સામે અત્યાર સુધી માત્ર નજીવા લોકોએ જ બે ડોઝની કોરોના વેક્સિન મુકાવી ઃ જાે આ ઝડપે વેક્સિનેશન થાય તો આટલી બધી વસતીને રસી આપવામાં વર્ષો નિકળી જશે ઃ સેશન વધારી ગામે ગામ રસી અપાય તો જ કચ્છીઓમાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં થાય વધારો

ભુજ : હાલમાં જયારે કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે બિમારીથી બચવા માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ વોશની સાથે રસી લેવી પણ ફરજિયાત છે. સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરાય છે પણ લોકોને રસી મળતી નથી. સરહદી કચ્છ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં અંદાજે દસેય તાલુકા મળી રપ લાખની વસતી છે, જેમાં અત્યાર સુધી સરકારી ચોપડે માત્ર ૯૧ હજાર લોકો જ બે ડોઝની રસી મેળવી સુરક્ષીત બન્યા છે.
કચ્છમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જિલ્લામાં એક પણ ગામ બિમારીથી અપવાદ સિવાય બાકાત રહ્યા નથી. શહેર હોય કે ગામડા જયાં જુઓ ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે. ત્યારે રસીકરણનો ઝુંબેશ હજુ પા પા પગલી હોય તેવો તાલ સર્જાયો છે. કચ્છની રપ લાખની અંદાજીત વસતી સામે અત્યાર સુધી માત્ર નજીવા લોકોએ જ બે ડોઝની કોરોના વેક્સિન મુકાવી છે. જાે આ ઝડપે વેક્સિનેશન થાય તો કચ્છની આટલી બધી વસતીને રસી આપવામાં વર્ષો નિકળી જશે તેવી ભીતિ પણ જાણકારો દર્શાવી રહ્યા છે. ખરેખર તો સેશન વધારી ગામે ગામ રસી અપાય તો જ કચ્છીઓમાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમ છે.
સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા કોરોના વેક્સિનની કામગીરી વધારવામાં આવી છે. સરહદી કચ્છ જિલ્લામાં પણ વેક્સિનેશન અભિયાન જાેરશોરથી શરૂ કરાયું છે, પણ રસીના અભાવે મોટા ભાગના યુવાનો ડોઝથી વંચિત રહે છે. લોકોમાં રસી લેવા માટે ઉત્સાહ છે, પણ તંત્ર તમામ લોકોને વેક્સિનનો લાભ મર્યાદાના કારણ આપી શક્યું નથી. કચ્છ જિલ્લામાં ૧ મેથી ર૦ મે સુધીના દિવસો દરમિયાન ૧૮થી ૪૪ વર્ષની વયના ૧૭,૬૭૮ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. દરેક તાલુકામાં મર્યાદીત સેશન હોવાથી મોટાભાગના યુવાનો રસીથી વંચિત રહે છે. યુવાનો એક જ સવાલ કહી રહ્યા છે. અમને કયારે રસી મળશે. તો ૪પથી પ૯ વર્ષની આયુ ધરાવતા ૧,૧૮,૬પ૯ લોકોએ પ્રથમ ડોઝ તેમજ તે પૈકીના ૩૮,૭૪૪ લોકોએ રસીનો બીજાે ડોઝ લઈ શરીરમાં રોગ સામે લડવાની શક્તિ વધારી છે. બીજીતરફ ૬૦ વર્ષથી વધુ આયુ ધરાવતા ૧,૧૦,૩૩ર લોકોને પ્રથમ ડોઝ જ્યારે તે પૈકીના પર,પ૯૦ વ્યક્તિઓએ કોરોના સામે રક્ષણ આપતી રસીનો બીજાે ડોઝ લીધો છે. જિલ્લા પંચાયતની સરકારી યાદી પ્રમાણે અત્યાર સુધી કચ્છમાં ૪પથી મોટી ઉંમરના કુલ ર,ર૯,૭૦૮ લોકોએ રસી લીધી છે. સરકારે પહેલા રસી લેવા માટે પ્રચાર કર્યો બાદમાં રસી લેવા માટે ધસારો વધતા રસી ખુટી પડી જેથી સરકારે બીજા ડોઝની રસી લેવામાં આડેધડ રીતે વધારો ઝીકી દીધો છે. પહેલા મહિના પછી બીજા ડોઝ માટે જાહેરાત કરાઈ જાે કે હવે મુદ્દત વધારી ૪પ દિવસની કરી નખાઈ છતાં પ્રથમ ડોઝ મેળવી ચુકેલા લોકોને ૪પ દિવસ બાદ પણ રસી મળતી નથી. હજુ પણ લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, સરકાર હજુ મુદત વધારી લોકોને રસીથી વંચિત રાખી રહ્યા છે. યુવાનોના નસીબમાં રસી જ ન હોય તેમ સ્લોટ બુક ન થવાથી રસીનો લાભ મળતો નથી. જેને રસી મળે છે, તે પોતાની જાતને ભાગ્યવાન અને પોતાને લોટરી લાગી હોય તેવું માને છે.
નોંધનીય છે કે, જિલ્લામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર તેમજ આરોગ્ય કર્મચારીઓને રસીના બે ડોઝ આપી દેવાતા તેઓમાં સંક્રમણનો પ્રમાણ ઘટી ગયું છે. ત્યારે તમામ લોકોને રસીના બે ડોઝ આપી દેવાશે તો સંક્રમણનો વ્યાપ ઘટી જશે.