કચ્છમાં સર્જાશે હરિતક્રાંતિ : દિલીપ ઠાકોર

ટપ્પર ડેમમાં માં નર્મદાના જળની પધરામણી એ એક ઐતિહાસીક અવસર : રાજયના સર્વાંગી વીકાસ-કચ્છમાં પણ સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને ચરીતાર્થ કરાવવા રાજય સરકાર કટિબદ્ધ : ૧પમી ઓગષ્ટ ર૦૧૮ નિમિત્તે ભચાઉ ખાતે જિલ્લાકક્ષાના સમારોહમાં શ્રમ અને રાજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસમત્રી દિલીપ ઠાકોરનો ઉદ્દગાર

ભારતના આન-બાન અને શાન સમા તિરંગાને અપાઈ સલામીઃ લબ્ધપ્રતિષ્ઠિત ગૌરવશાળી કચ્છીઓના કરાયા વિશિષ્ટ બહુમાન : જિલ્લાના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર

 

ટપ્પરથી માંડવી સુધી નર્મદાનું કામ ઝડપથી પૂર્ણ કરાશે
ભચાઉ : કેબિનેટ મંત્રી શ્રી ઠાકોરે ગુજરાત સરકારના સુજલામ્‌-સુફલામ્‌ જળસંચય અભિયાનનો ઉલ્લેખ કરી આગામી દિવસોમાં ટપ્પર ડેમથી માંડવી સુધીનું નર્મદાનું કામ ઝડપથી પૂર્ણ કરાશે તેમ જણાવી ખેડૂતોને ૧૦ કલાક વીજળી તથા ૧૨૫ મી.મી.થી ઓછા વરસાદવાળા તાલુકાઓની ગૌશાળા-પાંજરાપોળ અને પશુપાલકોને રૂ. ર પ્રતિકીલોના દરે ઘાસવિતરણના સરકારે કરેલા નિર્ણયો જણાવ્યા હતા. છેલ્લાં દસ વર્ષમાં ૮૭૯૫ ભરતીમેળા દ્વારા૧૪,૨૧,૧૦૧ ઉમેદવારોને અપાયેલી રોજગારી તેમજ ચાલુ વર્ષે ૧૩,ઓગષ્ટ-૨૦૧૮ સુધી ૫૯૯ ઔદ્યોગિક ભરતીમેળા દ્વારા ૧,૩૫,૫૩૮ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કચ્છના પ્રવાસનક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસની વિગતો આપી રાજય સરકારના વિકાસકાર્યો લોકો સમક્ષ મૂક્યા હતા. સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે આપણે સૌ ગુજરાતની પ્રગતિ માટે કટ્ટીબધ્ધ બનીએ તેવું આહ્‌વાન કર્યું હતું.

 

 

 

મંત્રીશ્રી દિલીપ ઠાકોરના અભિભાષણમાં કચ્છ..!
• કચ્છમાં ૪પ૬૧ર કાર્ડધારક પશુપાલકોને કાર્ડ પુરા પાડવામાં આવ્યા • ૭૬૩ર ઘાંસડી એટલે કે ૬૪૦ મેટ્રીકટન ઘાસચારો રાહતદરે પુરો પડાયો • ગૌશાળા-પાંજરાપોળમાં સહાયના દરે ૮૭૯ ટ્રક અને ૩૦૪૩૧ ગાંસડી, ર૬૩ મેટ્રીક ટન જથ્થાનું ઘાસનું વિતરણ કરવામાં આવ્યુ • ર૦૦૧ના ભુકંપમાં વીરગતી પામેલા ૧૮૩ ભુલંકાઓની યાદમાં તાજેતરમાં જ રાજય સરકારે ૯૪૬ લાખના ખર્ચે વીર બાળભૂમિ સ્મારક નિર્માણનો કરાવ્યો પ્રારંભ• અંજારમાં નવી આરટીઓ કચેરીના નિર્માણ માટે અંજાર-વરસામેડી રોડ પાસે સરકાર દ્વારા ૧૦ કરોડના ખર્ચે આધુનીક કચેરી નિર્માણ• ભુજમાં રાજય સરકાર દ્વારા ૪૦૦ લાખન ખર્ચે બનેલી ર૮ રૂમના ૧૦૦ વિદ્યાર્થી ક્ષમતાના વીકસતી જાતી કુમાર છાત્રાલયનું લોકાર્પણ • માંડવી મસ્કા ખાતે પપ૯ લાખના ખર્ચે આકાર લેનારા બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયનું કામ શરૂ• મુંદરા અને લખપત ખાતે ૧૩૯ લાખા ખર્ચે આદર્શ નીવાસી શાળાનું આગામી સમયમાં થશે નિર્માણ• ગાંધીધામ ખાતે ૭૦૦ લાખના ખર્ચે નિર્માણ થશે બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય • રાજયમંત્રી વાસણભાઈ આહીરે ભુજ તાલુકાના માનકુવાના વિરેશ્વર મહાદેવ તળાને ઉંડુ કરવાની કામગીરનો ઉત્હભેર પ્રારંભ કરાવ્યોઃ કચ્છભરમાં માસ્ટર પ્લાન મુજબ ૭૮૬ નાના મોટા તળાવોના ખોદકામો હાથ ધરાયા • કચ્છમાં ૮૧ જેટલી સંસ્થાઓ જળઅભિયાનમાં જોડાઈ • કચ્છ પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ હસ્તક સડક યોજનાઓ માટે ૧૩પ- તથા ૧૬૦ કરોડના ખર્ચે કામો કરવામાં આવ્યા • સુવિધા પંથ અંતર્ગત પ૭૦ લાખના કુલ ૧૧ કામો કરાયા મંજુર • ૧પ૮૬ લાખના કુલ પ૪ કામો કરાયા મંજુર • દુધ ક્ષેત્રને માટે દુધ પ્રોસેસીંગ પ્લાન્ટ માટે ૮૩૭ લાખ, પશુઆહર માટે પ૦૦ લાખ, ઉંટડી દુધના પ્લાન્ટને માટે ૮૦ લાખ, શીત કેન્દ્ર અને દુધ એકત્રીતકરણ યુનીટ માટે ૮૭૪ લાખની સહાય • કચ્છમાં દુધ ડેરી વાર્ષીક અંદાજ અનુસાર ૪૦૦ કરોડનુ પશુપાલકોને કરે છે ચૂકવણુ • કચ્છની હસ્તકળાએ સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યુ છે. • રણોત્સવ થકી કચ્છ વિશ્વસ્તરે ઝળહળયું છે • ભુજના ઐતિહાસીક હમીરસર તળાવના ર૭૩ લાખના ખર્ચે પ્રથમ તબક્કાના બયુટીફીકેશન અને નવીનીકરણના કામોનું ખાતમુર્હતના કાર્યોથી કચ્છ પ્રત્યે સીએમ વીજયભાઈનો પ્રેમ જણાઈ અવે છે• ભુજીયાડુંગર ખાતે નિર્માણ પામી રહેલા સ્મૃતીવનથી દુનીયાના પ્રવાસન નકશા ઉપર ભુજ-કચ્છને સ્થાન મળશે• કચ્છના ૭ તાલુકામાં ગલ્સ હોસ્ટેલ મંજુર કરાઈ છે • આપત્તી વ્યવસ્થાપનતંત્રના ભાગરૂપે ગાંધીધામ ખાત ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર કાર્યરત છે, તથા નેશનલ સાયકલોન રીસ્ક મીશીગેશન પ્રોગ્રામ અંતગત ગાંધીધામ આદીપુર શહેર માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગનું આયોજન• ભુજ ખાતે રૂ.૩૯ કરોડના ખર્ચે નીર્માણ પામનાર આધુનિક બસપોર્ટનું કામ શરૂ થઈ ગયુ છે • ભુજ સમીપે રક્ષકવનનું પ્રવાસન નઝરાણું વિશ્વ વિખ્યાત ધોરડો સફેદરણના મુલાકાતે આવતા પરવાસીઓ માટે એક ઓર પ્રવાસન સ્થળ બનશ

 

 

ભચાઉ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અન્વયે સન્માનિત થયેલાની યાદી
• પૂર્વ કચ્છ પોલીસ પુરૂષ પ્લાટુન • પૂર્વ કચ્છ પોલીસ મહિલા પ્લાટુન• એસ.આર.પી જુથ પ્લાટુન • બોર્ડર વિંગ પ્લાટુન • હોમગાર્ડ ગાંધીધામ યુનિટ પ્લાટુન • એસ.એન.ડી.ડી. ભચાઉ મહિલા પ્લાટુન • એસ.પી.સી.ભચાઉ(સ્ટુન્ડ) પ્લાટુન • પશ્વિમ કચ્છ પોલીસ એન્ડ પ્લાટુન, ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત પરેડના સુંદર પ્રદર્શન બદલ • એચ.ડી.ડી.કન્યા વિદ્યાલય, ભચાઉ અને સરસ્વતી વિદ્યાલય, ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર પ્રદર્શન બદલ • નાણંદા વિદ્યાલય, ભચાઉ, ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર પ્રદર્શન બદલ • એચ.ડી.ડી. કન્યા વિદ્યાલય, ભચાઉ, ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર પ્રદર્શન બદલ • સરસ્વતી વિદ્યાલય, ભચાઉ, ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર પ્રદર્શન બદલ • સમર્પણ વિદ્યાલય, ભચાઉ, ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર પ્રદર્શન બદલ • સેન્ટ ઝેવિયર્સ, ભચાઉ, ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર પ્રદર્શન બદલ • એચ.ડી.ડી.કન્યા વિદ્યાલય, ભચાઉ અને લે.પા.ઓ સંચાલિત સરકારી હાઈસ્કુલ, ભચાઉ, ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર પ્રદર્શન બદલ • પ્રતાપભાઈ રૂપારેલ, ડીવિઝનલ વોર્ડ, માનદ સભ્યશ્રી, નાગરિક સરંક્ષણ કચેરી ભુજ, નાગરિક સરક્ષણમાં વધુ નાગરીકો જોડાય તે માટે સુંદર કામગીરી કરવા બદલ • કું.હેલી રામાવત, સેક્ટર વોર્ડન માનદ્દ સભ્યશ્રી, નાગરિક સરક્ષણ કચેરી ભુજ, નાગરીક સરક્ષણમાં વધુ નાગરીકો જોડાય તે માટે સુંદર કામગીરી કરવા બદલ • હુસેન કાસમ સુમરા, સેક્ટર વોર્ડન, માનદ્દ સભ્યશ્રી, નાગરિક સંરક્ષણ કચેરી ભુજ, નાગરીક સંરક્ષણમાં વધુ નાગરીકો જોડાય તે માટે સુંદર કામગીરી કરવા બદલ• ધર્મેશ એમ.જોષી, સેક્ટર વોર્ડન, માનદ્દ સભ્યશ્રી, નાગરીક સંરક્ષણ કચેરી ભુજ, નાગરીક સંરક્ષણમાં વધુ નાગરીકો જોડાય તે માટે સુંદર કામગીરી કરવા બદલ • અશોકભાઈ ડી.પુજારા, સેક્ટર વોર્ડન, માનદ સભ્યશ્રી, નાગરી સંરક્ષણ કચેરી ભુજ, નાગરીક સંરક્ષણમાં વધુ નાગરીકો જોડાય તે માટે સુંદર કામગીરી કરવા બદલ • પૂર્વી ગોસ્વામી, સેક્ટર વોર્ડન, માનદ સભ્યશ્રી, નાગરીક સંરક્ષણ કચેરી, ભુજ, નાગરીક સંરક્ષણ દ્વારા ભુકંપની મોકડ્રીલમાં સુંદર કામગીરી કરવા બદલ • ભરતભાઈ સુથાર, સેક્ટર વોર્ડન, માનદસભ્યશ્રી, નાગરીક સંરક્ષણ કચેરી ભુજ, નાગરીક સંરક્ષણ દ્વારા ભુકંપની મોકડ્રીલમાં સુંદર કામગીરી કરવા બદલ • શ્રેયસ અનિલભાઈ ગોર, શેઠ વી.ડી.હાઈસ્કુલ, ભુજ, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં દ્વિતીય સ્થાને આવવા બદલ • વત્સલ વિનોદકુમાર સોરઠીયા, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, આદિપુર, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં દ્વિતીય સ્થાને આવવા બદલ • શિવમ ધર્મેન્દ્ર મહેતા, શેઠ વી.ડી.હાઈસ્કુલ, ભુજ, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં તૃતીય સ્થાને આવવા બદલ • દિવા રવિભાઈ કેલા, માઉન્ટ કાર્મેલ હાઇસ્કુલ, ગાંધીધામ, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧ર સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ સ્થાને આવવા બદલ • અંજલી મંગલભાઈ મહેશ્વરી, આર.ડી.વરસાણી હાઈસ્કુલ, ભુજ, ૧પ ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં દ્વિતીય સ્થાને આવવા બદલ • હર્ષિલ અરવિંદ શિયાણી, માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧ર સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં તૃતીય સ્થાને આવવા બદલ • ઓજસ એસ.પંડ્યા, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, ભુજ, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં જિલ્લામાં પ્રથમ સ્થાને આવવા બદલ • સિધ્ધાર્થ બી.રાઠોડ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, ભુજ, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં જીલ્લામાં દ્વિતીય સ્થાને આવવા બદલ • તિન્કાલ અનિલ રત્ના, સાધુ વાસવાણી સ્કુલ ગાંધીધામ, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં જિલ્લામાં તૃતીય સ્થાને આવવા બદલ • પ્રિયા હિતેશ ચુડાસમા, સહયોગ વિદ્યા મંદિર ગાંધીધામ, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં જિલ્લા તૃતીય સ્થાને આવવા બદલ • હેત્વી દોશી, અર્ચના સેન્ટ ઝેવિયર્સ માંડવી, ૧પમી ઓગષ્ટ ર૦૧૮ની ઉજવણી અંતર્ગત માર્ચ ર૦૧૮માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં જિલ્લામાં તૃતીય સ્થાને આવવા બદલ • પચાણભાઈ રતનશીભાઈ ચોપડા, રત્નાપર(માંડવી), સરકારી માધ્યમિક શાળા, રત્નાપર(માંડવી) માટે ભુમિદાન કરવા બદલ • દિનેશભાઈ શીવાભાઈ સોલંકી, હાઈડ્રોલીક ઈજનેર, રાપર નગરપાલિકા, રાપર, એસજેએમએમએસવીવાય તથા યુ.ડી.પી.-૮૮ ગ્રાન્ટના તમામ વિકાસ કામો નિયત સમયમર્યાદામાં પુર્ણ કરી સારી કામગીરી બદલ સન્માન • અંબારામભાઈ જગાભાઈ મસુરીયા, રોડ લાઈટ હેલ્પર, રાપર નગરપાલિકા, રાપર શહેરને એલ.ઈ.ડી લાઈટમાં કન્વર્ટ કરવા માટે ની સારી કામગીરી બદલ સન્માન • કાનજીભાઈ માવજીભાઈ ડોડીયા, ડ્રાઈવર, રાપર નગરપાલિકા, એસ.ડબલ્યુ.એમ ડીઝાસ્ટાર મેનેજમેન્ટમાં ઉત્તમ કામગીરી બદલ સન્માન • વિક્રમભાઈ અશોકભાઈ વાડોદ્રા, સફાઈ કામદાર, રાપર નગરપાલીકા, સફાઈની સુંંદર કામગીરી બદલ સન્માન • શૈલેષકુમાર રમેશભાઈ ઝાલા, સફાઈ કામદાર, રાપર નગરપાલિકા, સફાઈની સુંદર કામગીરી બદલ સન્માન • એસ.ડી.ઝાલા, ઈજનેર, ભચાઉ નગરપાલિકા, તમામ પ્રકારની વહીવટી તેમજ ફિલ્ડની કામગીરી સુચારૂ ઢબે, કુશળતા પૂર્વક, ઓફિસ સંચાલન, વિકાસ કામોની કામગીરી સારી રીતે સમયમર્યાદામાં પૂર્ણ કરવા બદલ • હભુભાઈ સુરાભાઈ મેરીયા, વાલ્વમેન ભચાઉ નગરપાલિકા, પાણી પુરવઠા યોજના નિભાવ, મરામતની કામગીરી સારી રીત કામગીરી કરવા બદલ • ગીરીશભાઈ સોમાભાઈ દાફડા, ફાયરમેન ભચાઉ નગરપાલિકા, ભરતભાઈ રમણલાલભાઈ સંઘાર, મદદનીશ ફાયરમેન, ભચાઉનગરપાલિકા, આગ-અકસ્માતના સમયે સારી કામગીરી કરવા બદલ • નરશીભાઈ મફાભાઈ સોલંકી,ડ્રાઈવર-સોલીડ વેસ્ટ યુનિટ, ભચાઉ નગર પાલીકા, ગટર લાઈનની સફાઈ માટેની કામગીરી સારી રીતે કરવા બદલ • ડો.નવીન ઠક્કર, પીડીયટ્રીશીયન, ગાંધીધામ, પ્રેસીડેન્ટ એશીયા પ્રેસિફિડ પિડિયાટ્રીયશન દ્વારા એમ.આર. કેમ્પેઈનમાં ઉકૃષ્ઠ કામગીરી તેમજ વિવિધ સ્કુલોની મુલાકાત લઈ આરોગ્ય બાબતની સમજ આપવાની ઉકૃષ્ઠ કામગીરી કરવા બદલ • ડો.નેહલ વૈદ્ય, પીડીયાટ્રીશીયન, ભુજ, એમ.આર.વેકસીનેશન અભિયાનમાં ઉકૃષ્ઠ કામગીરી તેમજ મિઝલ્સ રૂબેલા રસી અંગે ગેરસમજ દુર કરવા પ્રયત્ન કરવા. બદલ • જેઠાલાલ નરર્શી ઠક્કર, સામાજીક કાર્યયર, ભુજ, આરોગ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થી ભાઈઓ બહેનોએ માહિતગાર કરી જરૂરીયાતમંદ લોકોને સરકારી તબીબી સુવિધાઓનો લાભ અપાવવા માટે મદદરૂપ થવા બદલ • અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ યુવા સંઘ કચ્છ રીજીયન જયંતિભાઈ પારસીયા, મિશન ર૦ર૦ અંતર્ગત ૧રપ કી.મી.નો માર્ગ માત્ર ૧ કલાકમાં સફાઈ કરી સ્વચ્છ ભારત અભીયાનની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ • ડો. પાર્થ એચ. જાની તબીબી અધિકારી પ્રા.આ.કે તલવાણા મેઘપર બો.તા.અંજાર,ડો.અમીષ બી. સંઘવી, તબીબી અધિકારી પ્રા.આ.કે તલવાણા, તા. માંડવી, ડો.એન.કે.સોલકી, તબીબી અધિકારી પ્રા.આ.કે.આધોઈ,તા.ભચાઉ, ડો. પરેશ એ.પટેલ તબીબી અધિકારી પ્રા.આ.કે આડેસર,તા રાપર,ડો.મોતીલાલ રાય, તબીબી અધિકારી,પ્રા.આ.કે. ધોળાવીરા, તા.ભચાઉ,મિઝલ્સ રુબેલા કેમ્પઈન અંતર્ગત રસીકરણ ૧૦૦ ટકા કામગીરી કરવા બદલ • અનિલગર ગુસાઈ, કેષ્ટન,૧૦૮ ઈમરજન્સી સર્વિસ,૧૦૮ ઈમરજન્સી સેવમાં કેપ્ટન તરીકિની ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરવા બદલ • મયુરકુમાર બારડ, ઈ.એમ.ટી. ૧૦૮ ઈમરજન્સી સર્વિસ, ૧૦૮ ઈમરજન્સી સેવમાં ઈ.એમ.ટી. તરીકેની ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરવા બદલ • અશ્વિનસિંહ જાડેજા, પાઈલોટ, ૧૦૮ ઈમરજન્સી સર્વિસ, ૧૦૮ ઈળમરજન્સી સેવમાં પાઈલોટ તરીકેની ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરવા બદલ • ભચાઉ કન્યા શાળા, ભચાઉ,સર્વ શિક્ષા અંતર્ગત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં શહેરી વિસ્તારમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ • વાંકી પ્રાથમિક શાળા, મુન્દ્રા, સર્વ શિક્ષા અંતર્ગત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ • લાયજા નાના પ્રાથમિક શાળા, માંડવી, સર્વ શિક્ષા અંતર્ગત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં ગ્રામ્ય વિસ્તારમાં બીજું સ્થાન મેળવવા બદલ • કે.જી.બી.વી.-લખપત, સર્વ શિક્ષા અંતર્ગત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજું સ્થાન મેળવવા બદલ • કચ્છ જિલ્લાના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જી. ડબલ્યુ આઈ.એલ.તથા વાસ્મો.,કચ્છ જિલ્લાના ડેમોમાં સંગ્રહ થયેલ પાણીના વપરાશ માટેના તાકીદ પ્રોજેકટ સમયસાર કાર્યાન્વિન કરવા બદલ • જે.પી.જાડેજા. પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી ગાંધીધા, ગાંધીધામ શહેરમાં કુલ ૧૦ ઘરફોડ ચોરીના બનાવોમાં તહોમતદારોને મુદ્દામાલ સાથે પકડેલ તેમજ અંજાર ખાતે ખુનના કેસ ઉકેલવા બદલ • એચ.એચ.રાઠોડ, પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.ગાંધીધામ, એ.ટી.એમ.કાર્ડ કેસમાં આંતર રાજય ગેંગનો પર્દાફાશ કરી પ્રશંસનીય કામગીરી બદલ. • એમ.કે.ખાંટ, પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.સી.બી.ગાંધીધામ, ભીમાસર ગામ પાસેથી મર્ડર કરેલી લાશના કેસમાં આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પ્રશંસનીય કામગીરી બદલ • એસ.જે.ભાટીયા, આઈ,સી. પોલીસ સબ ઈન્સ્પેકટર ભચાઉ પોલીસ સ્ટેશન, આદિપુર ખાતેની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડવા બદલ • ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ એલ.સી.બી. ગાંધીધામ , ફોર વાહનો રાજયમાંથી લાવી ગેરીતી આચરી કચ્છ જિજ્ઞામાં વહેચતા આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવા બદલ • ગોપાલ બિજલભાઈ મહેશ્વરી, આર્મ પોલીસ કોન્સટેબલ, એસ.ઓ.જી.ગાંધીધામ ,સોશીયલ મિડિયા પર ધાર્મિક લાગણી દુભાયાના ચકચારી કેસ તેમજ એ.ટી.એમ કાર્ડ ફોડ કેસમાં પ્રશંસનીય કામગીરી • કમાન્ડન્ટ-એસ.આર.પી.એફ.જી.આર.૧૬ ભચાઉ આઈ.સી કુલદીપ સર્મા, કુલદીપ એમ.શર્મા, ડી.વાય.એસ.પી.એસ.આર.પી.એફ.જી.આર ૧૬, ભચાઉ, વિજય બી. પટેલે, ડી વાય એસ.પી.એસ.આર.પી.એફ,જી આર ૧૬ ભચાઉ, એસ.આર.પી.એફ. કેમ્પસમાં ગ્રીન રીવોલ્યુશન દ્વારા સ્વચ્છ અને હરિયાળી લાવવા બદલ • એ.બી.પટેલે, મદદનીય વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ, ભુજ, ટી.બી. પટેલે, મદદનીશ વન સંરક્ષક, પશ્વિમ વન વિભાગ, ભુજ, જી.એન. પ,પ્રજાપતિ, મદદનીશ વા સંરક્ષક પશ્વમિ વન વિભાગ, ભુજ એસ.આર. રાઠોડ, પરિક્ષેત્રે વન અધિકારી, સામાજીક વનીકરણ વિભાગ, ભુજ, એમ.એન ગઢવી, વનપાલ, સામાજીક વનીકરણ વિભાગ, ભુજ , એસ.જે.ચૌધરી, વનરષકની, સામાજીક વનીકરણ વિભાગ, ભુજ,૬૯માં રાજયકક્ષાના વન મહોત્સવ દરમ્યાન સુંદર કામગીરી કરવા બદલ • આર.ડી.મેરીયા, પર્યાવરણવાદી,ભચાઉ તાલુકામાં વૃક્ષ વાવેતરની કામગીરીમાં રસ લઈ પર્યાવરણ જાળવણીની સુંદર કામગીરી • વિનુભાઈ મગનભાઈ ઘરજીયા, ગ્રામસેવક,સુખપર(રોહા),તા નખત્રાણા, સુખપર (રોહા),તા નખત્રાણા તેમજ સમગ્ર નખત્રાણા તાલુકાની એ.ટી.વી.ટી. અંતર્ગત યોજનાકીય કામગીરી ઉત્કૃષ્ઠ રીતે કરવા બદલ • જયેશકુમાર દયાળભાઈ નગવાડીયા, ગ્રમસેવક સાંધણા તા. અબડાસા,સાંધણાં તા. નખત્રાણા તેમજ સમગ્ર નખત્રાણા તાલુકાની એ.ટીેવી.ટી. અંતર્ગત યોજનાકીય કામગીરી ઉત્કૃષ્ઠ રીતે કરવા બદલ.

 

 

 

 

 

 

ભચાઉ : ૧પમી ઓગષ્ટ ર૦૧૮ નિમિત્તે ભચાઉ ખાતે જિલ્લાકક્ષાના સમારોહમાં શ્રમ અને રાજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસમત્રી દિલીપ ઠાકોરએ પ્રાસગીક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આજ રોજ તા. ૧પમી ઓગષ્ટના માંગલીક દીને આપણા સૌના ગોરવવંતા ભારતદેશ ૭રમાં સ્વાતંત્રયપર્વની ઉજવણી કરી રહ્યા છીએ. સમગ્ર દેશની જેમ ગુજરાતમાં પણ આ દીવસની ઉજવણીનો અનન્ય ઉત્સાહ અને માહોલ છવાયેલો છે. કચ્છ જિલ્લાના જિલ્લાકક્ષાની ઉજવણી ભચાઉ ખાતે થઈ રહી છે ત્યારે પર્વની ઉજવણીમાં સહભાગી બનેલા સૌને તેઓએ આવકાર આપ્યો હતો અને આઝાદીના મહાપર્વની શુભકામના પાઠવી હતી. તેઓએ રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં સહભાગી થયેલ જિલ્લાના સ્વાતંત્રય સેનાની, સંસદસભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ, સામાજીક કાર્યક્રરો, શિક્ષણવિદો, સોને તેઓેઅ આવકાર્યા હતા.
ભારતના ત્રીરંગાની આન, બાન અને શાન માટે વંદે માતરમનો મંત્ર ગુંજવતા પોતાના જીવન આહુતી આપના શહીદોનું પુણ્ય સ્મરણ કરવાની આ પડી છે. મહાત્મા ગાંધ, સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણવર્મા જેવા અનેક પ્રતાપી અને પરાક્રમી પૂર્વજોએ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાથી મુકત કરનાર આ ત્યાગી તપસ્વી શહીદો અને વીરોને આપણે શત શત વંદન કરીએ. વર્ષ ર૦૦૧મા આવેલા વિનાશક ભુકંપમા કચ્છ અને રાજયમાં મોટી સંખ્યામાં જાનહાની થઈ તે તમામ દિવંગતોને શ્રદ્ધાજર્લી પાઠવી હતી. સીેએઅમ વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર ઉપર લોકોએ મુકેલા વિશ્વાસનો તેમની સંવેદનશીલ સરકારે જનસેવાના પ્રથમ ૧૦૦ દિવસમાં જ ર૦૦ ઉપરાંત જનહિત લક્ષી નિર્ણયો લઈને પડઘો પાડયો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મેદીએ ગુજરાતના વિકાસના જે પાયા નાખ્યા છે તેની ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલની પ્રગતિશીલ સરકારે ગ્રામજનો, યુવાનો, મહીલાઓ, વનબંધુઓ, વંચીતો ખેડુતો સૌ કોઈનો સમતોલ વિકાસની ઈમારત ઉભી કરી છે. દેશના સવાયા કચ્છી પીએમ મોદીજી અને ગુજરાત સરકારના સંયુકત જળસંચયના વિરાટ કાર્યમાં જે તળવો ચેકડેમો ઉંડા થયા છે તેમાં પ્રસાદરૂપી જળવર્ષા થાય તેવી પ્રાર્થના આ તબક્કે મંત્રી દીલીપ ઠાકોરે કરી હતી.તેઓએ કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વચનમાં કહીએ તો કચ્છીઓને કચ્છ અને પાણી પ્રત્યે વિશેષ લગાવ છે. કચ્છમાં વરસાદ પડે તો બીજા રાજયમાં રહેતા વસતા કચ્છીઓ પણ કંસારના આંધણ મુકે અને પોતાનો આનંદ વ્યકત કરે. કચ્છમાં ભુકંપ આવ્યો ત્યારે કચ્છીઓ પોતાના ઘર પરીવારનોી ચિંતા બાદમાં કરી અને પહેલા ટપ્પર ડેમની હાલની પૃચ્છા કરી હતી. જો ટપ્પર ડેમમાંપાણી હશે તો ફરી બેઠા થઈ શકાય એવી શ્રદ્ધા કચ્છીઓમાં હતી. આવા ટપ્પર ડેમમં નર્મદાનું પાણી પહોંચાડવુ તે ઐતિહાસીક અવરસ છે. મા નર્મદાના પાણીથી કચ્છમાં ઔદ્યોગીક ક્રાંતી બાદ હવે હરીતક્રાંતી સર્જાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીએમ મોદીજીના વડપણ હેઠળની સરકાર આ દ્રારા આ યોજનાનના ઝડપી અમલ માટે રૂપીયા ૩૧૬૦ કરોડ આપ્યા છે અને કહ્યુ કે આગામી દીવસામાં ટપ્પર ડેમથી માંડવી સુધીનું કામ પણ ઝડપથી પુરી કરી કચ્છને લીલુછમ્મ બનાવાશે. ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવુ તે દીવાસ્વપ્ન હતુ પરંતુ આપણી વિકાસશીલ સરકાર સ્વપ્નને હકીકતમાં ફેરવલ છે. ગત માર્ચ એપ્રીલ માસમાં નર્મદા કેનાલ મારફતે ૬૦૦ મીલીયન કયુબીક ફીટ જેટલુ પાણી ટપ્પર ડેમમાં ભારવમાં આવેલ જેનો .પયોગ પીવાના પાણી માટે કરવામાં આવતા પીવાના પાણીનો પ્રશ્ન મહદઅંશે હલ કરેલ છે. તાજેતરમાં આપણા ઉદાર લોકલાડીલા સીએમએ મહત્વપુર્ણ નીર્ણય લઈ ટપ્પર ડેમમાં વધારાનું પ૦૦ મીલીયન કયુબીટ ફીટ પાણીનો જથ્થો ભરવાનો તથા રાજયના ખેડુતોને ૧૦ કલાક વીજળી આપવાનો નીર્ણય કરેલ છે તદઉપરાંત ૧રપ મીલીમીટરથી ઓછા વરસાદવાદા તાલુકઓની ગૌશાળા પાંજરાપોળ તથા પશુપાલકોને રૂપીયા પ્રતીકીલોના દરે ઘાસવિતરણ યથાવત રાખવામાં આવશે.શ્રી ઠાકોરે આ તબક્કે આજે કચ્છનું રણ વિશ્વ પ્રવાસનનું તોરણ બની જવા પામ્યુ છે જેમાં નરેન્દ્રભાઈ મોદીની આગવી દિર્ઘ દ્રષ્ટીને આધારી છે.
કચ્છમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસકામોની તેઓએ આ તબક્કે છણાવટ કરી હતી. સાથાસાથ ગુજરાત પણ હાલમાં વિવિધ મોરચે નંબર વન રહેલ છે ત્યારે આગામી દીવસોમાં સંવેદનશીલ અભિગમ, પારદર્શક વહીવટ, નિર્ણાયક પરીશ્રમ અને પ્રગતિશીલની પ્રતિબદ્ધતાની વરેલી સરકારનો મંત્ર છે સૌનો સાથ સોનો વિકાસ. ગુજરાતી આન બાન અને શાન્ને ઠેસ ન લાગે, ગુજરાતની પ્રતિષ્ઠાને ઉની આંચ ન આવે, ગુજરાતના ખુણે ખુણે વિકાસ થાય એ માટે ગુજરાત સરકાર સાઠા છ કરોડ ઉપરાત ગુજરાતવાસીઓની પડખે અડીખમ ઉભી છે અને ઉદબોધનના અંતે ગુજરાતની પ્રગતી માટે સહુને કટીબદ્ધ બનવા આહવાન કરી એ સ્વાતંત્રતાપર્વની શુભકામના પાઠવી હતી.
આ પૂર્વે સવારે ૯ઃ૦૦ કલાકે મંત્રીશ્રી દીલીપ ઠાકોરનાહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મંત્રીશ્રીએ પરેડનું નીરીક્ષણ કર્યુ હતુ. પરેડ કમાન્ડર એમ.બી. શેરગીલ વુ.પો. સબ.ઈન્સ. મહીલા પોલીસ સ્ટેશનની આગેવાનીમાં પરેડ યોજી હતી. ત્યાર બાદ અહી સાસ્કૃતીક કાર્યક્રમોની વિવિધ કૃતીઓ પણ રજુ કરવામા આવ હતી. સવારે ૧૦-રપ કલાકે મંત્રીના હસ્તે કલેકટરશ્રીને તાલુકાના વિકાસ, સરકાર દ્વર આપવામાં આવેલા રપ લાખની ગ્રન્ટનો ચેક અર્પણ કરાયો હતો જે ટીડીઓ અને ચીફ ઓફીસરે સ્વીકાર્યો હતો. પોલીસ બેન્ડ દ્વારા અહી રાષ્ટ્રગીત અને ધ્વજવંદન કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામા આવી હતી. સવારે ૧૦ઃ૪પ કલાકે મંત્રીના હસ્તે જ શસ્ત્ર પ્રદર્શન ખુલ્લુ મૂકાયુ હતુ. તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારેાપણ પણ કવામાઆવ્યુ હતુ. ત્યાર બાદ ૧૧ઃ૩૦ કલાકે મંત્રીશ્રીના હસ્તે નવનિર્મિત આઈટીઆઈ ભચાઉનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ કચ્છ કલેકટર રેમ્યા મોહન, આઈ.જી.શ્રી વાઘેલા, એસ.પી.શ્રી પરિક્ષીતા રાઠોડ, એસ.પી.શ્રી એમ.એસ.ભરાડા, ડીડીઓ પ્રણવ જોષી, માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, મામલતદાર કાંતીલાલ વાછાણી, ટીડીઓ પંચાલ, આરોગ્ય અધિકારી એસ.કે.સીંગ, પ્રાંત અધિકારી રબારી, ડી.વાય.એસ.પી. રાકેશ દેસાઈ,પી.આઈ એસ.જે.ભારીયા,બીપીનભાઈ દવે, અરજણભાઈ રબારી, રમેશભાઈ મહેશ્વરી, દીવ્યાબા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, વિકાશભાઈ રાજગોર, જનકસિંહ જાડેજા, ઉમીયાશંકર જોષી, વાઘજી છાગા, ભરતભાઈ કાવત્રા, નરેન્દ્રદાન ગઢવી, સવજીભાઈ આહિર,
લક્ષ્મણસિંહ સોઢા, હરીભાઈ જાટીયા, ડો.ભાવેશભાઈ આચાર્ય, અનીરૂદ્ધભાઈ દવે, એલ.ડી.ઠક્કર, અંબાલાલભાઈ ઠક્કર, ભરતસિંહ જાડેજા, પ્રવીણદાન ગઢવી,વનરાજસિંહ જાડેજા, વિમળાબેન શામળીયા ઉપસ્થિત રહ્યા હતા.