કચ્છમાં વ્યાજખોરોનો વધતો અધમ કોણ ડામશે?

હવે ભુજમાં વ્યાજની પઠાણી ઉઘરાણીમાં નોંધાઈ ફરીયાદ : નાણા ધીરધારનો ધંધો
કરનારાઓ કરે જ છે કયા આધારે? અથવા તો વ્યાજવટાઉનો ધંધો કરનારને નાણા ધીરે છે કોણ? હકીકતમાં આ તરફ પણ થવી જોઈએ તપાસ

 

ગાંધીધામ : કચ્છમાં ભુકંપબાદ અનેકવિધ પડકારજનક ગુન્હાઓ જાણે કે વ્હાઈટકોલર ધંધાઓ બની ગયા હેાય તેવો તાલ થવા પામી રહ્યો છે બીજીતરફ આવા ધંધાઓના લીધે સામાજીક દુષણોને પણ વકરાવવા જનક સ્થિતી સામે આવવા પામી રહી છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર વ્યાજકંધ વાદીઓના ઠેર ઠેર અધમકારી વલણ સામે આવવા પામી રહ્યા છે. વ્યાજવટાઉના ધંધામાો લોકોએ જીવ ખોયા હોય તેવી સ્થિતી બની જવા પામી રહી છે. હજુ તો ગાંધીધામ સહિતના વિવીધ ઘટનાક્રમો હાલમા વ્યાજનાનાણાના લીધે ચીતાજનક પરીણામો આપી ચુકયા છે અને તેના ભોગ પરીવારોને બનવાના આવ્યા હોવાનીઘટનાઓ પણ બની ચૂકી છે તે દરમ્યાન ભુજમા ફરીથીવ્યાજના
નાણા મુદે મારામારી થયા હોવાનીફરીયાદ નોધાઈ રહી છે. પરંતુઅહી સવાલ એ થાય છે કે વ્યાજના નાણા ધીરવાનો આ ધંધો હકીકતમાં ચાલે જ છે કઈ રીતે? કે પછી ચલાવાય જ છે કેવી રીતે? નાણા ધીરે છે તે કોણ છે?