કચ્છમાં વિવેકચુકતા વોર્ડન-ટીઆરબી જવાનોને ટ્રાફીક સેવાનો નિર્ણય માંગે છે ફેરવિચારણા…!

ટ્રાફીક શાખાના વોર્ડનને પોલીસની મદદમાં અને પ્રજાના મીત્ર તરીકે પોલીસ અને પ્રજાના સેતુની સેવા બજાવવાની હોય છે નહીં કે, હાથમાં લાકડી લઈને રૂઆબ બતાવવાનો.. : તેમને લાકડી ઉપાડવાની કોઈ સત્તાજ નથી અને કાયદો તો હાથમાં જરા શહે જ પણ લઈ શકે નહીં…!

ટ્રાફીક શાખામાં વોર્ડનને રીક્રુટ તરીકે લેવાતા હોવાથી તદન બેફિકરાઈથી વર્તે છે, જવાબદારીઓ કે સેવાની સાચી સમજણનો હોય છે અભાવ : ભાષાકીય વિવેકના લીધે છાશવારે સર્જાય છે વિવાદ અને બદનામ થવાનો વારો આવે છે પોલીસ વિભાગને : હકીકતમાં ટ્રાફિક શાખામાં તો પાંચ વર્ષની સેવાનો અનુભવ ધરાવનારાઓને જ આપવી જોઈએ તક, પરિપકવતા-અનુભવ, પ્રજાજનો સાથે સમજણ-વિવેકથી વર્તવાની કોઠાસૂજ આવા કર્મીઓમાં જરૂરથી હશે

વોર્ડન જેવાઓને લેવા જ હોય તો નાઈટ કોમ્બીંગ, કોર્ટમાં કેદી પાર્ટીઓ તથા અન્ય પેટ્રોલીંગ જેવા કામોમાં લેવા જોઈએ, અહી અનુભવ મેળવીને ઘડાઈ બાદમાં જ પ્રજા સાથે સીધા સંપર્કવાળી સોપવી જોઈએ સેવા : પ્રબુદ્ધવર્ગનો મત

ગાંધીધામ : ગુજરાત સહિત કચ્છમાં પણ પોલીસતંત્રમાં ટ્રાફિક નિયંત્રણના હેતુસર પોલીસ સ્ટાફને મદદરૂપ થવાને માટે રીક્રુટ ધોરણે ટીઆરબી-વોર્ડન જવાનોને મુકવામા આવ્યા છે. આ ટીઆરબી જવાનોને લઈને સતત વિવાદના મધપુડાઓ છંછેડાતા જ રહેતા હોય છે. હકીકતમાં માત્ર પોલીસને મદદરૂપ જ બનેલા આ ટીઆરબી જવાનો-ટ્રાફિક વોર્ડન રીક્રુટ જ હોવાથી જવાબદારીઓ વિશેષ દાખવતા નથી તો વળી તેમના વિવેકનો પણ મોટો અભાવ દર્શાતા પણ પ્રજાજનો સાથે ટકરાવ-ઘર્ષણ અને વિવાદ સર્જાઈ જતા હોય છે. આ બાબતે શહેર-સંકુલના પ્રબુદ્ધવર્ગમાથી સામે આવતી સુચક વાત પર નજર દોહરાવીએ તો કચ્છ જિલ્લાના મુખ્ય શહેરોમાં ટ્રાફીક વોર્ડન-ટીઆરબી જવાનોને જે મુકવામા આવ્યા છે તે નિર્ણય પુનઃફેરવિચારણા માંગી રહ્યો છે. કારણ કે તેઓ તદન હંગામી ધોરણે રીક્રુટ થતા વોર્ડન કર્મીઓ છે. તેથી તેમનામાં સરકાર તરફેની જવાબદારીઓની કોઈ જ સભાનતા રહેતી હોતી જ નથી. તેઓમાં વિવેકનો સદંતર અભાવ જોવાતો હોય છે.ટ્રાફીક પોલીસના કર્મચારીઓને પ્રજાની સાથે સીધો જ નાતો હોય છે. ટ્રાફિક કાયદાની અમલવારી થાય અને જો કોઈ તે નીયમોનો ભંગ કરે તો તેમને દંડવા સહિતની કાર્યવાહી કરવાની થતી હોય છે. એટલે ટીઆરપી-ટ્રાફિક વોર્ડનને મુકવા પાછળ સરકારનો ઉદેશ સારો હોય છે પણ ટીઆરપી-ટ્રાફિક વોર્ડન રીક્રુટ જ હોવાથી તેઓ જરા સહેજ પણ વિવેક દાખવતા ન હોવાથી અંતે પ્રજા સુધી સરકારનો સંદેશ ઉલ્ટો અને ખરાબ જ જતોહોવાની સ્થિતી પેદા થઈ જતી હોય છે.ટ્રાફીકમાં હકીકતમાં જો મુકવા જ હોય તો ઓછામાં ઓછા પોલીસ સેવા કાળના પાંચ વર્ષનો અનુભવ જેઓ ધરાવતા હોય તેમને જ મુકવા જોઈએ. ટ્રાફીકમાં ફરજ બજાવનારને પ્રજા સાથે સીધો જ નાતો રહેતો હોવાથી તેની ભાષા વિવેકી હોવી જોઈએ. કારણ કે, જે વાહન ચાલક-પ્રજાને કાયદાના ભંગ બદલ અટકાવ્યો હોય તેને ગુસ્સો સહજ રીતે જ આવી જતો હોય છે આવામાં પ્રજાનો ગુસ્સો ઠંડો રાખી વિવેકથી વાત કરી શકે તેવા ટ્રાફીક પોલીસકર્મીની તાતી જરૂરીયાત રહેતી હોય છે. જયારે વોર્ડન વગર કોઈ વિશેષ લાયકાત અથવા તો અન્ય પોલીસકર્મીઓની જેમ કસોટીઓ કે પરીક્ષાઓમાંથી ખરા ઉતર્યા વિના જ ચાર ચોકડી પર ગોઠવાઈ જવાની તક મેળવી લેતો હોવાથી તેમને ટ્રાફીકના કપડાનો અહંમ આવી જતો હોય છે. આવા વોર્ડનની સર્વિસ ટુંકી હોય છે અને પ્રજા સાથે કેવો વ્યહવાર કરાવે તેની પણ ગતાગમ રહેતી નથી. તેના પાછળ પણ આવા વોર્ડનની પરીપકવતાનો અભાવ જ હોય છે. આવામા જેઓને પાંચ વર્ષની સર્વિસ થઈ હોય તેઓમાં પરીપકવતા આપોઆપ આવી જ ગઈ હોય છે, તેઓ પ્રજા સાથે કેવી રીતે વાત કરવી તેનો કુશળ વ્યહવાર પણ કેળવી ચૂકયા હોય છે. ટ્રાફીક સેવા વખત ેકોઈ અનબન બને તો આવા કર્મીઓ ખુદ પણ સમજી શકે અને પ્રજાજનોને પણ સારી રીતે સમજાવી શકે.આવી પરીપકવતાવાળા ઉશ્કેરાય નહી. જયારે ટ્રાફિક વોર્ડન તો વાત વાતમાં ઉશ્કેરાઈ પણ જાય. આવામાં વાત વણસી જાય અને કયારેક લેવા દેવા વગરનો વિવાદ પણ વકરી જતોહોય છે. આવામા હકીકતમાં ટ્રાફિક શાખામાં વોર્ડનને મદદરૂપ થવાને માટે માત્ર રાખવામા આવે છે તેના બદલે હકીકતમાં લેવા જ હોય તો પોલીસ સ્ટેશનમાં રાખવા જોઈએ. અને નાઈટ કોમ્બીંગ તથા કોર્ટ અને કેદી પાર્ટી ઉપરાંતના પેટ્રાલીંગની સેવામાં જ મદદમાં તેઓને લેવા જોઈએ. આવી રીતે વોર્ડનકક્ષાના કર્મીઓની સેવા લેવામાં આવે તો તેઓ થોડાઘણા અંશે અનુભવ થકી ઘડાઈ પણ જતા હોય છે તે પછી તેમની સેવા લેવાશે તો પોલીસતંત્રની છબી પણ જળવાઈ રહેશે અને અવાર નવાર વોર્ડનના કારણે પોલીસને વિવાદના લીધે બદનામ થવાનો નાહકનો વારો આવે છે તેનાથી પણ બચી શકાય તેમ જાણકારો માની રહ્યા છે.